<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st September 2025

પોતાને વકિલ તરીકે ઓળખાવતા વ્‍યક્‍તિએ સાળીની દૂકાનમાં ઘુસી છેડતી અને તોડફોડ કરીઃ પછી માલવીયાનગર પોલીસ સ્‍ટેશનમાં પણ આ શખ્‍સે ધમાલ મચાવીપીએસઆઇ, હેડકોન્‍સ્‍ટેબલના કાંઠલા પકડયાઃ બે ગુના દાખલ કરવામાં આવ્‍યા

રાજકોટઃ શહેરના વિસ્‍તારમાં સોડાની દૂકાન ચલાવતાં યુવતિ દૂકાને હતાં ત્‍યારે ત્‍યારે તેના જીજાજીએ દૂકાનમાં ઘુસી મારી પત્‍નિ ક્‍યાં છે? હું તેને લેવા આવ્‍યો છું કહી યુવતિ સાથે બિભત્‍સ હરકતો કરી છેડતી કરી તેણીની દુકાનમાં તોડફોડ કરી ધમાલ મચાવતાં તેણી ફરિયાદ કરવા માલવીયાનગર પોલીસ સ્‍ટેશનમાં જતાં આ શખ્‍સે  ત્‍યાં પણ એક મહિલાની સાથે પહોંચી પોતાના સાળી સાથે ગાળાગાળી ચાલુ કરી હતી. આ વખતે પીએસઆઇ, હેડકોન્‍સ્‍ટેબલ સહિતના આ શખ્‍સને સમજાવવા આવતાં તેણે આ બંનેના કાઠલા પકડી ગાળાગાળી કરતાં  ધમાલ મચી ગઇ હતી. આ શખ્‍સ સામે છેડતીનો અને ફરજમાં રૂકાવટનો એમ બુ ગુના દાખલ કરાયા હતાં.

માલવીયાનગર પોલીસે  પ્રથમ  બનાવમાં ટાઉનશીપમાં રહેતાં ૩૧ વર્ષના મહિલાની ફરિયાદ પરથી તેણીના જીજાજી વિરૂધ્‍ધ દુકાનમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી યુવતિ પાસે બિભત્‍સ માંગણી કરી, છેડતી કરી તેમજ દૂકાનમાં સોડાના ગાલામાં તોડફોડ કરી ધમાલ મચાવવાનો અને યુવતિને સોડાની તૂટેલી બોટલ પગ પર મારી માથે જતાં ધમકી આપવાનો ગુનો દાખલ કર્યો છે. બીજી તરફ પોલીસ આ યુવતિના જીજાજીને પોલીસ  સ્‍ટેશને લાવી ત્‍યારે તેની સાથે એક મહિલા પણ પોલીસ સ્‍ટેશનમાં આવી હતી. આ બંનેએ અફિ પોલીસ હેડકોન્‍સ્‍ટેબલનો કાઠલો પકડી લઇ ઝપાઝપી કરી જોર જોરથી ગાળો દઇ ફરજમાં રૂકાવટ કરતાં અલગથી ગુનો નોંધાયો હતો.

યુવતિએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે પરિવાર સાથે રહુ છું અને સોડાની શોપ ચલાવુ છું. મારા બહેનના લગ્ન બાદ હાલ જીજાજી સાથે અણબનાવ બનતા મારા બહેનને કાઢી મુક્‍યા હોઇ તેણી પાંચેક મહિનાથી અમારા ઘરે રહે છે. આ શોપ ભાડેથી રાખી છે. અહિ મારી સાથે દુકાનનું કામ કરવા એક છોકરો રાખ્‍યો છે. શનિવારે સાંજે સાડા આઠેક વાગ્‍યે અમે દુકાને હતાં ત્‍યારે મારા જીજાજી  તેની દિકરીને લઇને મારી દુકાને આવ્‍યા હતાં અને મને કહેલ કે-મારી વાઇફ ક્‍યાં છે? હું તેને લેવા આવ્‍યો છું તેમ કહેતાં મેં તેને મને ખબર નથી તેવું જણાવતાં તેણે મારી પાસે બિભત્‍સ માંગણી કરી હતી અને હાથથી મમારી સાથે છેડતી કરી હતી અને હું તારું અપહરણ કરી લઇ જઇશ અને તારી સાથે મજા કરવી છે તેવુ બોલી બિભત્‍સ ગાળો દઇ મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ તેણે દુકાનમાં ફ્રીઝમાંથી સોડા બોટલો કાઢી તોડફોડ ચાલુ કરી હતી. એક બોટલનો કાચ મારા પગ પર મારી દેતાં ઇજા થઇ હતી.

આ પછી જીજાજીએ દૂકાનમાં રહેલા કૂલર, સોડા બોટલો, ફ્રીઝ, કાચના ગ્‍લાસમાં પણ તોડફોડ કરી હતી. ત્‍યાં દુકાન માલિક સહિતના લોકો ભેગા થઇ જતાં તે મારા જીજાજીને બહાર લઇ ગયા હતાં. મને પગમાં લોહી નીકળતાં સારવાર માટે ગઇહ તી અને બાદમાં ફયિરાદ કરી હતી. બીજી તરફ માલવીયાનગર પોલીસ મથકના હેડકોન્‍સ. અજયભાઇ વીકમાની ફરિયાદ પરથી છેડતીના આરોપી એડવોકેટ અને તેની સાથેની મહિલા વિરૂધ્‍ધ અલગથી ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરાયો છે. અજયભાઇ વિકમાએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું રાતે પોલીસ સ્‍ટેશન ખાતે બીજા કર્મચારીઓ સાથે હતો ત્‍યારે નીચે લોબીમાં અવાજ થતો હોઇ ગાળાગાળી થતી હોઇ હું અને કોન્‍સ. સુનિતાબેન, વિમલભાઇ સહિતના ત્‍યાં ઝઘડો કરી રહેલા એક ભાઇ અને એક બહેનને સમજાવતા અને ઝઘડો નહિ કરવાનું કહેતાં આ ભાઇએ હું વકિલ છું, મને કાયદો ન ખીવાડો તેમ કહી મહિલા બહેન સાથે ફરી ઝઘડો કરવા માંડયા હતાં.

આ વખતે પીએસઆઇ એમ. જે. ધાધલ પણ આવી ગયા હોઇ તેમણે પણ આ લોકોને ઝઘડો નહિ કરવા સમજાવતાં એ ભાઇ વધુ ગાળો બોલવા માંડયા હતાં. ગાળો બોલવાની ના પાડતાં અને તેને ઝઘડતા અટકાવતાં તેણે ફરીથી કહેલું કે હું વકિલ છું તમને બધાને કોર્ટમાં લઇ જઇશ, તમારા વિરૂધ્‍ધ કોર્ટમાં ફરિયાદ કરીશ, હું જોઉ છું મને કોણ રોકે છે? તેમ કહ્યું હતું. ત્‍યાં અન્‍ય એક મહિલા આવ્‍યા હતાં અને તેણે મને કહેલુ કે આ ભાઇને મુકી દો તે વકિલ છે. તેમ કહી પીએસઆઇનો કાંઠલો પકડી લઇ ઝપાઝપી કરી હતી.

આ પછી તે વધુ ઝઘડો ન કરે તે માટે બળપ્રયોગ કરી તેને પોલીસ સ્‍ટેશનના પહેલા માળે લઇ ગયા હતાં. જ્‍યાં પુછતાછમાં તેણે પોતાનું નામ કહ્યું હતું તેની સાથેના મહિલાએ પણ પોતાનું નામ જણાવ્‍યુ઼ હતું. બાદમાં અમે તપાસ કરતાં ખબર પડી હતી કે સોડાની દુકાને આ ભાઇ કે જે પોતાને વકિલ તરીકે ઓળખાવે છે તેણે માથાકુટ કરી હતી. આ અનુસંધાને સોડાની દુકાનવાળા બહેન પોલીસ સ્‍ટેશને ફરિયાદ કરવા આવ્‍યા હોઇ તેની પાછળ પાછળ આ દૂકાનધારક મહિલાના જીજાજી એવા વકિલ અને બીજા એક મહિલા પણ અહિ આવ્‍યા હતાં અને ફરિયાદ કરવા આવેલા મહિલા સાથે માથાકુટ કરતાં હતાં. જેથી પોલીસ સ્‍ટાફે તેને ઝઘડો નહિ કરવા સમજાવતાં પોલીસ સ્‍ટેશનમાં જ હેડકોન્‍સ્‍ટેબલ અને પીએસઆઇ સાથે ગાળાગાળી કરી તેમના કાંઠલા પકડી લઇ ફરજમાં રૂકાવટ કરી હોઇ બંને વિરૂધ્‍ધ અલગથી ફરિયાદ દાખલ કરાઇ હતી. પીઆઇ જે. આર. દેસાઇની રાહબરીમાં પીએસઆઇ એમ. જે. ધાધલે કાર્યવાહી કરી હતી.

(11:48 AM IST)