<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st September 2025

પ્રખર રાષ્ટ્રભક્તિ સાથે સ્થિર અને શક્તિશાળી સરકાર આપનાર પ્રચંડ પરાક્રમી અને પુરુષાર્થી પ્રજાવત્સલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા રાજુભાઈ ધ્રુવ

વિઝનરી વડાપ્રધાન સર્વોત્તમ લોકનાયક નરેન્દ્રભાઈ મોદીનો ૭૫મો જન્મદિવસ અમૃત મહોત્સવ તરીકે ઉજવાય છે : રાજુભાઈ ધ્રુવ

રાજકોટ : ભારત માતાના સપૂત, વૈશ્વિક કક્ષાએ સર્વશ્રેષ્ઠ સન્માનનીય સર્વાધિક લોકપ્રિય નેતા, પ્રખર રાષ્ટ્રવાદી વિચારક-ચિંતક અને પ્રખર દેશભક્ત નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પ્રજા શાંતિ- સલામતિ અનુભવી રહી છે જી.એસ.ટીમાં ધરખમ સુધારા કરી દરોમાં ઐતિહાસિક ઘટાડો કર્યો અને પ્રજાને મોટો લાભ આપ્યો છે  વૈશ્વિક રાજનૈતિક અરાજકતા-અંધાધૂંધીના કપરા કાળમાં નરેન્દ્રભાઈ મોદીની ભારતના હિતના રક્ષણ માટે કોઈ પણ વિદેશી તાકાત સામે નહી ઝૂકવાની નીતિના પરિણામે વૈશ્વિક સ્તરે ભારતનું વજન વધ્યુ છે તેમ  સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે 
મુખ્યમંત્રી-વડાપ્રધાન તરીકે ૨૪ વર્ષ ના શાસન માં નરેન્દ્રભાઈ મોદીએ  સૌની યોજના, એઇમ્સ, ઇન્ટરનેશનલ એરપોર્ટ,શિક્ષણ માટે અનેક યુનિવર્સીટીઓ-મેડિકલ કોલેજો, સુરક્ષા ની દ્રષ્ટિએ ઓખા-બેટદ્વારકા બ્રિજ,જામનગર-અમૃતસર છ માર્ગી હાઇવે,દહેજ-ઘોઘા રો રો ફેરી આપી સૌરાષ્ટ્ર ની કાયાપલટ કરી સર્વાંગીણ વિકાસ કર્યો છે
ભારત માતાના સપૂત, વૈશ્વિક કક્ષાએ સન્માનનીય નેતા સર્વાધિક લોકપ્રિય શાસક, પ્રખર રાષ્ટ્રવાદી વિચારક ચિંતક અને દેશભક્ત વડાપ્રધાન નરેન્દ્ર્ભાઈ મોદીનો તા. ૧૭ને બુધવારે ૭૫મો જન્મદિવસ છે અને  ગુજરાત ના આ સપૂત પનોતા પુત્ર ના  યશસ્વી જન્મદિવસને લોકો અમૃત મહોત્સવ તરીકે ઉજવશે  તેમ જણાવી  સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે જન્મદિવસનાં અભિનંદન પાઠવ્યા છે અને તેમના દીર્ઘાયુ-શતાયુ  માટે કામના કરી છે. 
રાજુભાઇ ધ્રુવે કહ્યું છે કે, વિશ્વ નેતા તરીકે પ્રસ્થાપિત થયેલા નરેન્દ્ર્ભાઈ મોદી દેશની દેશની જનતાના હ્રદયમાં બિરાજે છે તેથી પ્રજાજનો તેમને અંતરના ઉમળકાથી અઢળક શુભેચ્છા પાઠવે છે.
રાજુભાઇ ધ્રુવે કહ્યું છે કે, પ્રખર રાષ્ટ્રભક્તિ સાથે સ્થિર અને શક્તિશાળી સરકાર આપનાર પ્રચંડ પરાક્રમી અને પુરુષાર્થી વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી ન ભૂતો ન ભવિષ્યતી છે. તેમના હૈયે હમેશા ભારત માતાનું હિત જોડાયેલુ રહે છે અને તેમના પ્રજાવત્સલ શાસન -દીર્ઘદ્રષ્ટા નેતૃત્વ સામે  કોઈ દુશ્મન દેશ આંખ ઉઠાવવાની કોશિશ કરી શકતો નથી. તેમના નેતૃત્વમાં આજે ભારતીય નાગરિક વધુ સુરક્ષિત અને સલામત બન્યો છે.
 રાજુભાઇ ધ્રુવે જણાવ્યુ છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ૨૦૦૧થી ૨૦૧૪ સુધી ગુજરાતના સફળ યશસ્વી  મુખ્યમંત્રી રહ્યા. એ સમયે તેઓએ ગુજરાતમાં વિકાસની અનેક દીર્ઘદ્રષ્ટિ ભરેલી મહત્વાકાંક્ષી યોજનાઓ અમલમાં મૂકી હતી અને ગુજરાતને વિકાસ અને પ્રગતિ ના ઉચ્ચ શિખર ઉપર પહોચાડ્યું હતું. ત્યારબાદ મોદીજી ૨૬મે ૨૦૧૪ના રોજ ભારત ના ૧૫ માં પ્રધાનમંત્રી બન્યા ત્યારથી વડાપ્રધાન તરીકે સતત અવિરત દેશની સેવા કરી રહ્યા છે.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વમાં આજે ભારતનું નામ વિશ્વભરમાં આદર અને સન્માન સાથે લેવાય છે અને તે જોઈ વિશ્વના ખૂણે ખૂણે વસતા ભારતીયોની છાતી ગજ ગજ ફુલે છે.
રાજુભાઇ ધ્રુવે એમ પણ જણાવ્યુ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર્ભાઈ મોદીએ કોઈ પણ વિદેશી તાકાત સામે ઝૂક્યા વગર તેમના માટે ભારત અને ભારતવાસીઓ જ સર્વોપરી છે તે વિશ્વને બતાવી દીધુ છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા છે તે તેમણે સતત મળી રહેલા રેટિંગ ઉપરથી સાબિત થઇ ગયું છે તેમ જણાવતા રાજુભાઇ ધ્રુવે કહ્યું છે કે, પ્રખર રાષ્ટ્રભક્તિ સાથે સ્થિર અને શક્તિશાળી સરકાર આપનાર પ્રચંડ પરાક્રમી અને પુરુષાર્થી વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી ન ભૂતો ન ભવિષ્યતી છે. તેમના હૈયે હમેશા ભારત માતાનું હિત જોડાયેલુ રહે છે અને કોઈ દુશ્મન દેશ આંખ ઉઠાવવાની કોશિશ કરી શકતો નથી. તેમના નેતૃત્વમાં આજે ભારતીય નાગરિક વધુ સલામત બન્યો છે.
રાજુભાઈ ધ્રુવે કહ્યું  છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ  સુશાસનનાં ૧૧ વર્ષ દરમિયાન અનેક નોંધનીય ઉપલબ્ધિઓનો હાંસલ કરી છે. જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શૌચાલય, ગેસ, પાણીની સુવિધાઓ પૂરી પાડવી, PLI સ્કીમ, આર્ટિકલ 370, રામ મંદિર, સ્ત્રી સશક્તિકરણ વગેરેનો સમાવેશ થાય છે. પ્રજાના અભૂતપૂર્વ સમર્થનને જ  શક્તિનો સ્ત્રોત  માનીને વડાપ્રધાને આ ઉપલબ્ધિઓ હાંસલ કરી છે. 
નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે રેલવે સુરક્ષા, આધુનિકીકરણ, UPI, રસીકરણ ડ્રાઈવ અને પાસપોર્ટ સુવિધાઓ વગેરેમાં પણ ઘણો બદલાવ કર્યો છે. આ ૧૧  વર્ષ દરમિયાન  રામમંદિર બનીને તૈયાર થઇ ગયું એ સૌથી મોટી ઉપલબ્ધિ છે.  દેશના વિકાસને ગતિ પ્રદાન કરવા અને લોકોનાં જીવનમાં બદલાવ લાવવા માટે તેમની સરકારે અનેક પ્રયાસો કર્યા છે. તાજેતરમાં જ જી.એસ.ટી.ના દરોમાં ધરખમ ઘટાડો કરીને પ્રજાને રાહત આપી છે અને ખાસ કરીને ગરીબ અને મધ્યમવર્ગના જીવન ધોરણને ઊંચું લાવવા પ્રયાસ કર્યો છે જે સરાહનીય છે.  
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરુ કરવામાં આવેલી તમામ યોજનાઓનો લાભ એક-એક વ્યક્તિને થયો છે. લોકો વડાપ્રધાનના પ્રયાસોના કારણે સ્વદેશી વસ્તુઓનું મૂલ્ય સમજ્યા અને વિદેશી વસ્તુઓનો ઉપયોગ પણ ઘટાડ્યો. કૌશલ યોજનાથી યુવાનોને યોગ્ય દિશા મળી, તો ‘મેઇક ઇન ઇન્ડિયા’ મિશનથી સ્ટાર્ટઅપ ઊભા કરીને તેમણે પોતાની ઓળખ બનાવી. ઉજ્જવલા યોજનાએ મહિલાઓને ચૂલાના ધુમાડાથી રાહત અપાવી, તો આયુષ્માન ભારતને કારણે ગરીબોને સારવાર મળી શકી છે. 
વડાપ્રધાન નરેન્દ્ર્ભાઈએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પણ શરૂ કરી છે. આ યોજનાને આયુષ્યમાન ભારત યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. . આ યોજના હેઠળ દેશના ૧૦ કરોડ પરિવારને લાભ મળી રહ્યો છે,
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ એ ભારત સરકારની એક યોજના છે, જેમાં ખેડૂતોને વાર્ષિક ૬૦૦૦ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. ૧લી ડિસેમ્બર ૨૦૧૮થી અમલમાં આવેલ આ યોજના ખેડૂતો માટે વરદાન સાબિત થઈ રહી છે.
સમગ્ર દેશમાં રેશનકાર્ડ માટે ૧ જૂન ૨૦૨૦થી વન નેશન વન કાર્ડની યોજના લાગુ કરવામાં આવી છે. આ સ્કીમનો ફાયદો એ છે કે રાશન કાર્ડ કોઇ પણ રાજ્યમાં બનેલું હોય તેનું રાશન ખરીદવા માટેનો ઉપયોગ બીજા રાજ્યમાં પણ થઇ શકે છે. આ યોજનાનો સૌથી વધુ ફાયદો પરપ્રાંતિય મજુરોને થઈ રહ્યો છે. ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય અંતર્ગત દરેક ઘર સુધી પીવાનું પાણી પહોંચે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ‘નલ સે જલ’ યોજના શરૂ કરવામાં આવી છે.      મુખ્યમંત્રી-વડાપ્રધાન તરીકે ૨૪ વર્ષ ના શાસન માં નરેન્દ્રભાઈ મોદીએ વર્ષો થી સૌરાષ્ટ્ર ની તાતી જરૂરિયાત સંતોષવા  ગુજરાત ની જીવાદોરી સમો સરદાર સરોવર  નર્મદા બંધ પૂર્ણ કરી તેના આધારિત સૌરાષ્ટ્ર ની જીવાદોરી સમી ક્રાંતિકારી યોજના સૌની યોજના શરૂ કરી સૌરાષ્ટ્ર ને બારમાસી પાણી આપ્યું., તબીબીક્ષેત્રે આરોગ્યમંદિર સામી ગુજરાત ની પહેલી સંજીવની એઇમ્સ સૌરાષ્ટ્ર ને આપી .સૌરાષ્ટ્ર માં કોઈ મોટું ઇન્ટરનેશનલ એરપોર્ટ ન હતું તે મેણું ભાંગી  ઇન્ટરનેશનલ એરપોર્ટ આપ્યું!,સૌરાષ્ટ્ર ના વિદ્યાર્થીઓ માટે શિક્ષણક્ષેત્રે વિકાસ માટે અનેક યુનિવર્સીટીઓ-મેડિકલ કોલેજો આપી સ્થાનિક અર્થતંત્ર ને મજબૂત કર્યું.,સરહદી  સુરક્ષા ની દ્રષ્ટિએ સૈન્ય ની સરળ હેરફેર માટે આવાગમન માટે ઓખા-બેટદ્વારકા બ્રિજ,જામનગર-અમૃતસર છ માર્ગી હાઇવે,દહેજ-ઘોઘા રો રો ફેરી આપી.દરિયાકાંઠો તથા યાત્રાધામો ના વિકાસ દ્વારા યાત્રાળું ઓ ને સુવિધાઓ સગવડતાઓ આપી પ્રદુષણ વગરના  પ્રવાસન ઉદ્યોગ ના વિકાસ ખૂબ વેગ આપી  સૌરાષ્ટ્ર ની કાયાપલટ કરી સૌરાષ્ટ્ર નો સર્વાંગીણ વિકાસ કર્યો છે તે માટે પણ લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ને ખૂબ ખૂબ અભિનંદન સાથે જન્મદિવસની મંગલમય શુભેચ્છાઓ પાઠવતા રાજુભાઈ ધ્રુવે અંતમાં જણાવ્યું છે કે, ભારતને આવા યશસ્વી વડાપ્રધાન  મળ્યા છે તેથી ૧૪૦ કરોડની જનતાની છાતી ગજ ગજ ફૂલી રહી છે .તા. ૧૭મીના તેમના જન્મદિવસ નિમિત્તે સર્વે પ્રજાજનો તેમને ઈશ્વર તેમને તંદુરસ્ત યશસ્વી  દીર્ઘ આયુષ્ય આપે તેવી મંગલમય પ્રાર્થના  કરી રહ્યા છે.

(9:42 PM IST)