<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd September 2025

દાદાનું અવસાન થતાં ફેસબૂકમાં મુકેલી સ્‍ટોરીમાં હાસ્‍યની ઇમોજી મુકનારને ઠપકો દેતાં ૧૯ વર્ષના પ્રિન્‍સની છરીના ઘા ઝીંકી હત્‍યા

સોરઠીયાવાડી પાસે પટેલનગરમાં ૧૨મીએ બનેલા બનાવમાં ૧૯ વર્ષના યુવાને આજે સારવારમાં દમ તોડયોઃ ‘આજે તો મારી જ નાખવો છે' કહી મુળ બિહારના બિપીન અને બ્રિજેશ ગોૈડ તૂટી પડયા હતાં: ભક્‍તિનગર પોલીસે કાર્યવાહી કરી : હત્‍યાનો ભોગ બનનાર પ્રિન્‍સ સારવારમાં હતો ત્‍યારનો અને ફાઇલ ફોટો જોઇ શકાય છે

 

રાજકોટ તા. ૨૨:  શહેરના સોરઠીયાવાડી પાસે પટેલનગરમાં કારખાનામાં કામ કરતાં અને ઓરડીમાં રહેતાં મુળ બિહારના યુવાન પર તેના જ ગામના બે શખ્‍સોએ ‘આજે તો તને મારી જ નાખવો છે' કહી ગત ૧૨મી તારીખે હુમલો કરી પીઠમાં છરી ભોંકી દેતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટમલાં દાખલ કરવામાં આવ્‍યો હતો. તેનું આજે સવારે સારવારમાં મૃત્‍યુ થતાં બનાવ હત્‍યામાં પલ્‍ટાયો છે. આ યુવાનના દાદા ગુજરી ગયા ત્‍યારે તેણે ફેસબૂકમાં ફોટા સાથે સ્‍ટોરી મુકી હોઇ તેમાં હુમલાખોરે હાસ્‍ય કરતી ઇમોજી મુકી હોઇ આ બાબતે યુવાને તેને ઠપકો આપતાં બોલાચાલી થઇ હતી. તેના મનદુઃખને લીધે આ ઘટના બની હતી.

જાણવા મળ્‍યા મુજબ આ બનાવમાં ભક્‍તિનગર પોલીસે હુમલામાં ઘાયલ થયેલા સોરઠીયાવાડી બગીચા નજીક પટેલનગર-૨માં ગાયત્રી પાન નજીક બગીચાવાળી શેરીમાં રહેતાં મુળ બિહારના પ્રિન્‍સ અનીલભાઇ બીન (ઉ.વ.૨૦)ની ફરિયાદ પરથી સોરઠીયાવાડી-૧૧માં રહેતાં મુળ બિહારના બિપીન રજીન્‍દર ગોૈડ અને બ્રિજેશ ગોૈડ વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો હતો અને આરોપીઓની ધરપકડની કાર્યવાહી કરી હતી.

હત્‍યાનો ભોગ બનનાર પ્રિન્‍સ પાંચેક વર્ષથી રાજકોટ રહેતો હતો ે અને પટેલનગર-૨માં આવેલા જાન્‍વી પ્રોસેસ નામના હાર્ડવેરના કારખાનામાં મજૂરી કરતો હતો. અહિ તે કાકા-બાપાના ચાર ભાઇઓ સાથે રહેતો હતો. પ્રિન્‍સે પોતે સારવારમાં હતો ત્‍યારે જણાવ્‍યું હતું કે ચારેક મહિના પહેલા મારા દાદાજી રૂપનારાયણ બીનનું અવસાન થતાં મેં ફેસબૂકમાં મારા દાદાજીનો ફોટો મુકી શ્રધ્‍ધાંજલી આપવા સ્‍ટોરી મુકી હતી. એ દિવસે જ મારા ગામના બિપીન ગોૈડે મારી આ સ્‍ટોરીમાં હાસ્‍યવાળી ઇમોજી મુકી રિપ્‍લાય આપ્‍યો હતો. આથી મેં તેને ફોન કરી આવુ નહિ કરવા કહેતાં અમારી વચ્‍ચે બોલાચાલી થઇ હતી. હાલમાં હું રાજકોટ જ્‍યાં રહુ છું ત્‍યાં નજીકમાં જ બિપીન પણ રહે છે. અગાઉના મનદુઃખને કારણે અહિ પણ બે વખત બોલાચાલી થઇ હતી.

પ્રિન્‍સે સારવાર વખતે વધુમાં જણાવ્‍યું હતું કે ગુરૂવારે ૧૧મીની રાતે સાડા બારેક વાગ્‍યેહ ું કારખાનામાં કામ કરુ છું તેની સામે રોડ પર રિક્ષામાં બેસી ફોન જોતો હતો ત્‍યાં બિપીન અને તેની સાથે અમારા જ ગામનો બ્રિજેશ  ગોૈડ આવ્‍યા હતાં. હું તેને આવતાં જોઇ રિક્ષામાંથી ઉતરી કારખાના તરફ જવા માંડયો હતો. આ વખતે બ્રિજેશે દોટ મુકી હતી અને મને પકડી લીધો હતો. બિપીને મારી પાસે આવી ‘તું શું મારી સાથે અવાર-નવાર ઝઘડો કરે છે? આજે તો મારી જ નાંખવો છે' કહી પીઠમાં ડાબી બાજુએ મને છરીનો ઘા મારી દીધો હતો. મેં દેકારો મચાવતા રાડારાડી કરતાં કારખાનામાંથી મારા મિત્ર અને કુટુંબી ભાઇઓ દોડી આવતાં આ બંને ભાગી ગયા હતાં. મને રિક્ષામાં બેસાડી હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. તેમ વધુમાં પ્રિન્‍સે કહેતાં હેડકોન્‍સ. જયેશભાઇ ચોૈહાણે ગુનો દાખલ કર્યો હતો.

બાર દિવસની સારવારને અંતે પ્રિન્‍સે આજે સવારે સિવિલ હોસ્‍પિટલમાં દમ તોડી દેતાં બનાવ હત્‍યામાં પરિણમતાં પરિવારજનોમાં કલ્‍પાંત સર્જાયો હતો. પ્રિન્‍સ ત્રણ ભાઇમાં મોટો અને કુંવારો હતો. તેના પિતા બિહારમાં ખેતી કરે છે. સવારે પ્રિન્‍સનું મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ધર્મેન્‍દ્રભાઇ ચાવડા, પ્રકાશભાઇ રાઠોડ, ધર્મેન્‍દ્રભાઇ હુદડે જાણ કરતાં ભક્‍તિનગર પીઆઇ મયુરધ્‍વજસિંહ એમ. સરવૈયા, નિલેષભાઇ મકવાણા સહિતના સ્‍ટાફે હત્‍યાની કલમનો ઉમેરો કરવા તજવીજ કરી હતી.

(3:25 PM IST)