હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજકોટના રૈયાહિલ વિસ્તારની સ્વસ્તિક હાઈલેન્ડ્સ સોસાયટીમાં ભવ્ય નવરાત્રી મહોત્સવનો પ્રારંભ : ગરબાની રમઝટ સાથે સેવાકીય પ્રવૃત્તિઓનું અનોખું આયોજન
મનોદિવ્યાંગ દીકરીઓ અને થેલેસેમિયા પીડિત બાળકો માટે મદદનો સંકલ્પ : JBL સાઉન્ડ, રોયલ લાઇટિંગ, અને લેસર લાઇટ શો જેવા આકર્ષણો સાથે ખેલૈયાઓ માટે ખાસ વ્યવસ્થા

રાજકોટ, સોમવાર: રાજકોટના રૈયાધાર વિસ્તારમાં આવેલી સ્વસ્તિક હાઈલેન્ડ્સ સોસાયટીમાં છેલ્લા ચાર વર્ષની પરંપરાને જાળવી રાખીને આ વર્ષે પણ "નવરાત્રી મહોત્સવ ૨૦૨૫"નું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. પારિવારિક વાતાવરણમાં યોજાતા આ મહોત્સવમાં રહીશો માટે કંઈક નવું અને ટ્રેન્ડિંગ રજૂ કરવાના હેતુથી આયોજકો દ્વારા આ કાર્યક્રમને વધુ ભવ્યતા આપવામાં આવી છે.
આ વર્ષે નવરાત્રી મહોત્સવની ઉજવણી ગરબાની રમઝટ સાથે સેવાકીય પ્રવૃત્તિઓને પણ આવરી લેશે. સોસાયટીના તમામ સભ્યો એકરંગ સંસ્થાની મનોદિવ્યાંગ દીકરીઓને ફૂલ અથવા ફૂલની પાંખડી સ્વરૂપે સહાયતા પૂરી પાડશે. આ ઉપરાંત, થેલેસેમિયા પીડિત બાળકોના લાભ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
દસ દિવસ ચાલનારા આ ભવ્ય મહોત્સવમાં ખેલૈયાઓ માટે અનેક વિશેષતાઓ ઉમેરવામાં આવી છે, જેમાં JBL સાઉન્ડ સિસ્ટમ, રોયલ લાઇટિંગ, મનમોહક મંડપ, પાર્ક લાઇટ અને લેસર લાઇટ શો, વિશાળ સ્ટેજ સાથેનું ગ્રાઉન્ડ ડેકોરેશન, અને રેડ કાર્પેટ પર રાસનો સમાવેશ થાય છે. આકર્ષક ગિફ્ટ્સ અને સેલ્ફી પોઈન્ટ પણ આયોજનનો ભાગ છે.
મહોત્સવ દરમિયાન દરરોજ ખેલૈયાઓના રાસ પહેલા ૪૫ મિનિટ નાના બાળકો માટે ખાસ રાસનું આયોજન રહેશે, ત્યારબાદ ડી.જે. બીટ્સ પર રાસ-ગરબાની રમઝટ યોજાશે. આયોજકો દ્વારા દરરોજ વિંગ-વાઇઝ સભ્યો માટે આરતીની સુંદર વ્યવસ્થા અને સૌ માટે સ્વાદિષ્ટ તથા પરવડે તેવા ભાવમાં ફૂડ કેન્ટીનની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.
દસ દિવસીય આ મહોત્સવ ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૫ (સોમવાર) થી ૧ ઓક્ટોબર, ૨૦૨૫ (બુધવાર) સુધી યોજાશે. આયોજકોના અંદાજ મુજબ દરરોજ અંદાજે ૧૦૦૦ થી ૧૫૦૦ ખેલૈયાઓ રાસ-ગરબાની મજા માણશે.
આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે સોસાયટીના તમામ ફ્લેટધારકોનો ખૂબ સહયોગ મળે છે. આયોજનમાં સોસાયટીના ડાયરેક્ટરો કેયુર શાહ, અશોક વડેરિયા, સુનીલ વાડોદરિયા, કિશોર વસાણી, મહેન્દ્ર રેણુકા, માધવ મેહતા, પીયુશ પાબારી, અજય માંડલિયા, અલ્પેશ ચોટલીયા, દિવ્યેશ વેકરીયા, અને કમિટી મેમ્બરો ધાર્મિક મેહતા, એડવોકેટ ભાવિક કાસુન્દ્રા, કેતન પોપટ, સાગર ત્રિવેદી, જયદીપ ઝાલાડી, નીકેશ ગણાત્રા, કૌશલ સોમૈયા, પ્રવીણ ગોર્વાડીયા, વિનુભાઈ વાછાણી, હેમંત કામરીયા, નીલેશ મણીયાર, વિકી પટ (સોની), દુશ્યન્ત શુક્લા, વિપુલકુમાર ચહલીયા, સ્વપ્નીલ ભાયાણી, જયદીપ વ્યાસ, ભાવેશ વાછાણી, ભાવિન મનડાણી, ડી.એન. કાસુન્દ્રા, રમેશ ચંદ્રાલા, નલીન કથ્રેચા, મુકુંદ વરિયા, જેન્તી વરિયા, પરેશ દવે, જયેશ કામદાર, હિતેન પંડ્યા, રમેશ સુરાણી, વિવેક પારેખ, અને મૌલિક સવાણી સહિતના સભ્યોનો અવિરત સહકાર અને મહેનત સામેલ છે.










