<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd September 2025

વધુ ત્રણ ડ્રગ્‍સ પેડલર પીઆઇટી હેઠળ થયા જેલભેગાઃ શહેર એસઓજીની ૧૦મી કામગીરી

સમગ્ર જીલ્લામાં પેડલરો સામે આવા પગલા લેવામાં પીઆઇ સંજયસિંહ જાડેજા અને ટીમ અગ્રેસરઃ વિવેક, કેતન, દક્ષરાજસિંહને અલગ અલગ જેલમાં મોકલી દેવાયા

 

રાજકોટઃ શહેર એસઓજીએ વધુ એક વખત માદક પદાર્થ ડ્રગ્‍સના ગુનામાં સંડોવોલા ત્રણ શખ્‍સોને પીઆઇટી હેઠડળ જેલમાં ધકેલી દીધા છે. આ સાથે જ શહેર એસઓજીની ટીમ સમગ્ર જીલ્લામાં આવી કામગીરીમાં પ્રથમ સ્‍થાને રહી છે. આ પ્રકારની સતત દસમી કામગીરી કરવામાં આવી છે.

શહેર એસઓજી દ્વારા માદક પદાર્થની હેરાફેરી કરતાં શખ્‍સોને પકડી લઇ કાર્યવાહી પુરી થઇ ગઇ તેમ માની લેવાને બદલે આવા શખ્‍સો છુટે પછી પણ તેની સામે આકરી કાર્યવાહી અંતર્ગત પીઆઇટી એક્‍ટ હેઠળ પાસાનીકાર્યવાહી કરવામાં આવે છે. આવા વધુ ત્રણ શખ્‍સો કે જેના પર ડ્રગ્‍સના એક એક ગુના જ હતાં તેને પીઆઇટી હેઠળ અલગ અલગ જેલમાં મોકલી દેવાયા છે. ડ્રગ્‍સની હેરાફેરીમાં સંડોવાયેલા વિવેક અતુલભાઈ નાગર (ઉ.વ.૩૦, રહે. રાજરત્‍ન રેસિડેન્‍સી, ઘંટેશ્વર સામે), કેતન અશોકદાન ઉધાસ (ઉ.વ.૩૯, રહે.રામાપીર ચોકડી પાસે લાભદીપ સોસાયટી) અને દક્ષરાજસિંહ નરેન્‍દ્રસિંહ જાડેજા (ઉ.વ.૨૨, રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્‍વાર્ટર) સામે પીઆઈટી એનડીપીએસ એક્‍ટ હેઠળ કાર્યવાહી કરવા માટેની દરખાસ્‍ત તૈયાર કરી હતી. આ પૈકી વિવેકને સુરત, કેતનને ભૂજ અને દક્ષરાજસિંહને વડોદરા જેલમાં ધકેલી લેવાયા છે.  પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીએસઆઇ વી. વી. ધ્રાંગુ, એએસઆઇ અરૂણભાઇ બાંભણીયા, વિરેન્‍દ્રસિંહ ઝાલા, ઇન્‍દ્રસિંહ જાડેજા, ફિરોઝભાઇ રાઠોડ, હેડકોન્‍સ. દિગુભા ગોહિલ, મોૈલિકભાઇ સાવલીયા, ઉપેન્‍દ્રસિંહ ઝાલા, કોન્‍સ. યોગેન્‍દ્રસિંહ ઝાલા, હાર્દિકસિંહ પરમાર, પીસીબીના એમ.આર. ગોંડલીયા, રાજુભાઇ, ઇન્‍દ્રજીતસિંહ અને સીઆઇડી ક્રાઇમના પારસભાઇ ટાંકે આ કામગીરી કરી હતી. (૧૪.૧૧)

(2:26 PM IST)