હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રૈયાધારમાં ત્રણ કારમાં તોડફોડ કરનાર બે નામચીન સહિત ત્રણને ઝડપી લેવાયા
રમેશ ઉર્ફ દકુડો ૮ અને આનંદ ઉર્ફ બાબુની ૧૩ ગુનામાં સામેલ સોશિયલ મિડીયા ઇન્ફલુએન્સર યુવતિ સહિતની સામે ગુનો નોંધાયો હતોઃ ડીસીપી રાકેશ દેસાઇની રાહબરીમાં એલસીબી ઝોન-૨ પીએસઆઇ એચ. આર. ઝાલા અને ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૨૨: શહેરના રૈયાધાર નજીક કાર થોડા દિવસ પહેલા અજાણ્યા શખ્સોએ ત્રણ કાર પર ધોકાવાળી કરી તેમજ બોટલોના ઘા મારી નુકસાન કરી કારચાલક સહિતને ખૂનની ધમકી આપી હતી. આ ગુનામાં ત્રણ શખ્સોને એલસીબી ઝોન-૨ ટીમે પકડી લીધા છે. આ બનાવમાં સોશિયલ મિડીયા ઇન્ફલુએન્સર યુવતિ સાથે થયેલી બોલાચાલી પણ કારણભુત બની હતી.
જાણવા મળ્યા મુજબ ગત ૧૦/૯ના રોજ રેલનગરમાં રહેતાં અને ૧૫૦ રીંગ રોડ પર રૈયા ટેલીફોન એક્ષચેન્જ પાછળ ઓફિસ રાખી સેલ્ફમાં કાર ભાડે આપવાનું કામ કરતાં યુવાનને ફોન કરી ત્રણ કાર ભાડેથી જોઇએ છે તેમ કહી રૈયાધાર બોલાવતાં આ યુવાન અને બીજા બે લોકો ત્રણ કાર લઇને ત્યાં ગયા હતાં. પરંતુ આ કાર મંગાવનારે અગાઉ માથાકુટ કરી હોઇ યુવાને કાર ભાડે આપવાની ના પાડી દેતાં અને કાર પરત હંકારતાં અજાણ્યા શખ્સોએ ભેગા મળી ધોકા-બોટલોના ઘા ફકટારી કારના કાચ તોડી નાંખ્યા હતાં. તેમજ કારચાલકને ધમકી આપી હતી.
આ ગુનામાં પોલીસે રમેશ ઉર્ફ દકુડો ધનજીભાઇ બોખાણી (ઉ.વ.૩૦-રહે. રાણીમા રૂડીમા ચોક, રૈયાધાર મફતીયાપરા), રવિ શેલાભાઇ બોળીયા (ઉ.વ.૨૩-રહે. રૈયાધાર મફતીયાપરા) અને આનંદ ઉર્ફ બાબુ રણછોડનભાઇ પરમાર (ઉ.વ.૨૫-રહે. રૈયાધાર રાણીમા રૂડીમા ચોક)ને પકડી લઇ યુનિવર્સિટી પોલીસને સોંપ્યા છે. પોલીસ સુત્રોના કહેવા મુજબ રમેશ ઉર્ફ દકુડો અગાઉ યુનિવર્સિટી, ડીસીબી, ગાંધીગ્રામ, લોધીકા પોલીસમાં દારૂ, મારામારી, જૂગારના ૮ ગુનામાં અને આનંદ ઉર્ફ બાબુ પણ યુનિવર્સિટી, ગાંધીગ્રામ, લોધીકા, ડીસીબી, તાલુકા પોલીસમાં મારામારી, જૂગાર, ધમકી, દારૂ સહિત ૧૩ ગુનામાં સંડોવાઇ ચુક્યો હતો.
આ બનાવમાં પોલીસે રેલનગરના પરમવીરસિંહ વિજયસિંહ ઝાલાની ફરિયાદ પરથી સોશિયલ મિડીયા ઇન્ફલુએન્સર નીયતી રઘુવંશી અને અજાણ્યા વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. અગાઉ પરમવીરસિંહ અને નિયતી સોશિયલ મિડીયાથી સંપર્કમાં હતાં. બાદ મિત્રતામાં કડવાશ આવી હતી. દરમિયાન નિયતીના ફોનમાંથી ફોન કરી કાર ભાડે જોઇએ છે તેમ કહેવાતાં પરમવિરસિંહ બીજા બે ચાલકોને લઇ ત્રણ કાર સાથે રૈયાધાર રાણીમા રૂડીમા ચોકમાં જતાં ત્યાં ગયા બાદ કાર ભાડે નથી આપવી તેમ કહેતાં કારમાં તોડફોડ કરી ધમકી અપાઇ હતી. આ ગુનામાં પોલીસે ત્રણને પકડયા છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી રાકેશ દેસાઇની સુચના અંતર્ગત પીએસઆઇ આર. એચ. ઝાલા, એએસઆઇ જયંતિભાઇ ગોહિલ, રાજેશભાઇ મિયાત્રા, હેડકોન્સ. હેમેન્દ્રભાઇ વાધીયા, શક્તિસિંહ ગોહિલ, ધર્મરાજસિંહ ઝાલા, કોન્સ. કુલદીપસિંહ રાણાએ આ કામગીરી કરી હતી. (૧૪.૧૦)શ્










