હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પ્રખ્યાત જવેલર્સ પોપ્યુલર ગૃપ દ્વારા આજથી પેલેસ રોડ ખાતે પાયલ મેલાનો શુભારંભ
રાજશૃંગી કોમ્પ્લેક્ષ બેઝમેન્ટ સ્થિત બન્ને શો-રૂમ પર ર૭ સપ્ટેમ્બર સુધી લ્હાવો

રાજકોટઃ હંમેશા કવોલીટીને જ ગ્રાહકોના સંતોષનું માપદંડ સ્વીકારી અદ્વિતીય કલા કૌશલ્યસભર સોના-ચાંદીના આભૂષણોથી તહેવાર, વહેવાર અને પ્રસંગોને શોભાવતા પોપ્યુલર ગૃપ દ્વારા આ વર્ષે ફરી ગ્રાહકો માટે પાયલ મેલા તેમજ ૯૨.૫ સિલ્વર જવેલરીનું આયોજન કરવામાં આવેલ છે.
પાયલ મેલા નિમીતે ગ્રાહકો માટે અવનવી ડિઝાઈનો અને વૈવિધ્ય સભર પાયલ રજુ કરવામાં આવેલ છે.. ઉપરાંત સમગ્ર ભારતની એક હજારથી વધુ વેરાયટી જેમ કે ટ્રેડીશ્નલ, રાજસ્થાની, એન્ટીક, જડતર, સ્ટોન, ટીનએજ, બ્રાઈડલ, એન્ગેજમેન્ટ, ગોલ્ડ એન્ડ સિલ્વર, તથા કિડઝુ સિલ્વર પાયલ રજુ કરવામાં આવેલ છે. આમ આવી રહેલા તહેવારો અને પ્રસંગોના આનંદની ઉજવણી સાથે પોપ્યુલર ગૃપ દ્વારા આયોજીત ગુજરાતનો એકમાત્ર પાયલ મેલા તહેવારોને વધુ રંગીન બનાવી દેશે.
ભારતીય સંસ્કૃતિમાં પાયલનું વિશિષ્ટ તથા સાયન્ટીફીક રીતે પણ પાયલ મહિલા ઓ માટે વરદાન સમાન છે. હિન્દુ શૃંગારમાંનું એક ગણાયેલ પાયલ પગની શોભા પણ વધારે છે. પાયલ, સાંકળા, છળા, દોરીયા જેવા વિવિધ નામ તેમની સંસ્કૃતિ મુજબ સોળ ડિઝાઈન અનુસાર પડેલા છે. પાયલ મેલા દરમિયાન ખરીદી સાથે ૨૫% સુધીની મેકિંગ ચાર્જિસની ઓફરનો પણ લાભ રાખવામાં આવેલ છે.
છેલ્લા ૬૩ વર્ષથી લોકોને અવીરત નવીનતમ આભૂષણોની ભેટ આપી લોકોમાં પોપ્યુલર ગ્રુપ મુઠી ઉચેરૂ સ્થાન ધરાવે છે. સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાત અને અન્ય રાજયોમાંથી ખરીદી કરવા આવતા ગ્રાહકો આજે અનેક વર્ષોથી સંતોષ મેળવી રહયા છે.
પોપ્યુલર ગુપના કેયુરભાઈ તથા ભરતભાઈ આડેસરાએ સમગ્ર સૌરાષ્ટ્ર ના ગ્રાહકોને ખાસ કરીને બહેનોને તા.રર થી ૨૭ સપ્ટેમ્બર દરમ્યાન પાયલ મેલા તેમજ ૯૨.૫ સિલ્વર જવેલરીન લાભ લેવાનિમંત્રણ પાઠવેલ છે.
પાયલ મેલા પોપ્યુલર ગૃપના પેલેસ રોડ, રાજશૃંગી કોમ્પલેક્ષ બેઝમેન્ટ સ્થિત બંને શો-રૂમ પોપ્યુલર ધજવેલ શોપી તથા પોપ્યુલર જવેલર્સ પર આયોજીત થયેલ છે. આ દરમ્યાન શો-રૂમ સવારે ૧૦:૩૦ થી રાત્રે ૮:૩૦ ખુલ્લા રહેશે.










