<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd September 2025

અકિલા રઘુવંશી બીટ્‍સ સંગ જામશે કાઠીયાવાડી રંગ...

દરરોજ અવનવી થીમ સાથે સેલ્‍ફીઝોનમાં ફોટા પડાવવા ખેલૈયાઓ માટે ખાસ સુવિધા

રાજકોટઃ રઘુકુળ યુવા ગ્રુપ દ્વારા લોહાણા સમાજ માટે આયોજીત ‘અકિલા રઘુવંશી બિટ્‍સ નવરાત્રી મહોત્‍સવ-૨૦૨૫' નો સાધુ વાસવાણી રોડ ખાતે આજથી પ્રારંભ થશે. સ્‍થળ પરથી પણ ડેઈલી પાસની વ્‍યવસ્‍થા રાખવામાં આવી છે.

આયોજનની વિશેષ માહિતી આપતાં શ્રી રઘુકુળ યુવા ગ્રુપના મિતેશભાઈ રૂપારેલીયા, હિરેનભાઈ નથવાણી, પારસભાઈ ઉનડકટ, નૈનેશભાઈ દાવડા, રઘુરાજ રૂપારેલીયા, જયદેવભાઈ રૂપારેલીયા, વિવેકભાઈ રૂપારેલીયા, સાગરભાઈ કક્કડ, હાર્દિકભાઈ ચોલેરા, માલવભાઈ વસાણી, પ્રતિકભાઈ ખખ્‍ખર તથા સાથી ટીમ જણાવે છે કે સાધુવાસવાણી રોડ પર રઘુકુળ યુવા ગ્રુપ દ્વારા ‘અકિલા રઘુવંશી બિટ્‍સ-૨૦૨૫' નવરાત્રી મહોત્‍સવની તૈયારીઓ પૂર્ણ. આ ભવ્‍ય મહોત્‍સવમાં  હજારો ખેલૈયાઓની ઉપસ્‍થિતિમાં સંપૂર્ણપણે પારિવારીક ગરીમાપૂર્ણ, મર્યાદામુક્‍ત વાતાવરણમાં યોજાએલ આ આયોજન એટલે રાજકોટનું એક એવું નવરાત્રી આયોજન કે જેમાં શ્રી રઘુકુળ યુવા ગ્રુપના સર્વે હોદેદારો તેમજ સર્વજ્ઞાતિના હજારો ખેલૈયાઓ પરીવાર સાથે અત્‍યંત પ્રેમ અને આદરભર્યા વાતાવરણમાં ઝુમશે. મા આદ્યશક્‍તિની આરાધના સૌ સાથે મળી કરશે.

પ્રથમ નોરતે સાધુ વાસવાણી રોડ પર ‘અકિલા- રઘુવંશી બિટ્‍સ' સંગ જામશે કાઠીયાવાડી રંગ, દર વર્ષની માફક આ વર્ષે પણ આ નવરાત્રી મહોત્‍સવમાં આનંદની સાથોસાથ સેવાકીય ક્ષેત્રના વિવિધ આયોજનો પણ હાથ ધરશે. દરરોજ અવનવી થીમ સાથે સેલ્‍ફી ઝોનમાં ફોટા પડાવવા ખેલૈયાઓ માટે સુંદર વ્‍યવસ્‍થા, નવરાત્રી મહોત્‍સવ દરમ્‍યાન અને જાણીતા ટીવી-ફિલ્‍મ દુનીયાના કલાકાર ઉપસ્‍થિત રહેશે. નવરાત્રી દરમ્‍યાન રઘુકુળ યુવા ગ્રુપના કાર્યકર્તાઓની ટીમ ખડેપગે રહેશે.

પાસ તેમજ વિશેષ માહિતી માટે મો.૯૫૭૪૩ ૩૯૩૩૯, મો.૮૭૫૮૫ ૮૫૮૪૮, મો.૯૩૨૭૭ ૦૬૭૦૭ ઉપર સંપર્ક કરવા શ્રી રઘુકુળ યુવા ગ્રુપની યાદીમાં જણાવાયું છે.

(3:01 PM IST)