હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અંબિકા પાર્કના નવા હોદેદા'રોની વરણીઃ વડીલો-યુવાઓનો સંગમ
ઇલેકશન નહીં પણ સીલેકશન થકી પરિવાર ભાવના ઉજાગર : શહેરની ટોપ-૧૦ ગરબીઓમાંની એક અંબિકા પાર્કની ગરબીની તૈયારીને અપાતો આખરી ઓપ

રાજકોટ, તા. ર૦: શહેરના રૈયા રોડ સ્થિત અંબિકા પાર્કના નવા હોદેદારોની વરણી કરવામાં આવી હતી. નવા હોદેદારોએ આજે ‘અકિલા' કાર્યાલય ખાતે ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાના આર્શીવાદ લીધા હતા.
અંબિકા પાર્કના ચેરમેન તરીકે યશવંતભાઇ ભટ્ટ (મો. ૯૨૨૭૬ ૧૬૯૫૪), પૂમખુ તરીકે પ્રતાપભાઇ વોરા (મો. ૯૪૨૭૨ ૫૫૦૦૫), ઉપપ્રમુખ પદે જલારામ ટ્રાન્સપોર્ટવાળા હસુભાઇ ભગદે (મો. ૯૩૭૭૩ ૫૬૮૦૧), સેક્રેટરી તરીકે વિમલભાઇ ત્રિવેદી (મો. ૯૩૭૭૫ ૨૨૩૨૩), ખજાનચી પદે ધર્મેશભાઇ શાહ (મો. ૯૯૭૯૮ ૭૩૧૩૪) તથા સલાહકાર તરીકે વલ્લભભાઇ પટેલ (મો. ૯૮૨૫૦ ૭૯૦૪૪) ની તમામ રહેવાસીઓએ જનરલ મીટીંગમાં પસંદગી કરી હતી.
આ ઉપરાંત સભ્યો તરીકે યુવાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં ભુપતસિંહ તુવરા, ધર્મદિપસિંહ ઝાલા, જયેશભાઇ પટેલ, દિપેશ પરમાર, આસીત વિરમગામા, ગૌરવ રવાણી, દિપક થડેશ્વર તથા ધ્રુમીલ પારેખને જવાબદારી સોંપવામાં આવી છે. નવી ટીમ દ્વારા નવરાત્રીની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહયો છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)










