હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
૩ વર્ષ પૂર્ણ કરનાર સફાઇ કામદારોને કાયમી કરવા ઠરાવ થયો છતા હજુ કોની રાહ જોવાય છે ?
મ્યુ. કોર્પોરેશન સફાઇ કામદાર એસો.ના મંત્રી શંકરભાઇ વાઘેલાએ અવાજ ઉઠાવ્યોઃ મુખ્યમંત્રી અને અધિકારીઓને રજૂઆત

રાજકોટઃ તા. ર૦, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સફાઇ કામદાર એસોસીએશનના પ્રતિનિધિઓ તેમજ યુનિયન મંત્રી શંકર એમ.વાઘેલાની એક યાદી જણાવે છે કે, ગુજરાત રાજયના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ શહેરી વિકાસ મંત્રીશ્રી દ્વારા ગુજરાત મહાનગર પાલિકાઓમાં ફરજ બજાવતા રોજમદાર, ફિકસ તેમજ સફાઇ સેવક તરીકે ફરજ બજાવતા સફાઇ કર્મચારીઓને ૩ વર્ષ તેમજ ૭ર૦ હાજરીના દિવસો થઇ ગયેલ હોય તેવા સફાઇ કર્મચારીઓને તાત્કાલિક ધોરણે કાયમી કરી આપવા ફરી રજૂઆત કરશે.
આ અંગે ગુજરાત રાજય સરકારશ્રી દ્વારા તેમજ માનનીય મુખ્યમંત્રીશ્રી તેમજ ગુજરાત સરકારના શહેરી વિકાસ મંત્રીશ્રી દ્વારા ઠરાવ કરવામાં આવેલ હોય તેની અમલવારી રાજકોટ મહાનગરપાલિકામાં કરવામાં આવતી ન હોય, આ અંગે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, તેમજ ઉચ્ચ અધિકારીશ્રીઓ તેમજ ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીને તેમજ શહેરી વિકાસ મંત્રીશ્રીને લેખિત તેમજ મૌખિક રજુઆત કરવામાં આવશે. તેમ શંકરભાઇ વાઘેલા (મો. ૯૮૭૯૩ ૫૧૨૨૬) એ યાદીના અંતમાં જણાવ્યું છે










