હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
‘કોણે મારી ગાડી રોકાવી છે ? ગાડી તો નીકળશે' કહી અરવિંદ અને તેના બનેવી વિજયભાઇ પર હુમલો
પુનિતનગર વિશ્વકર્મા સોસાયટીમાં બનાવઃ કાર ધીમે ચલાવવા માટે સમજાવવા જતા મયુર અને અલ્તાફે માથાકુટ કરી : તાલુકા પોલીસમાં ફરીયાદ

રાજકોટ,તા. રર : વાવડી પુનિતનગરમાં શેરીમાંથી પુરપાટ ઝડપે નીકળેલી કારનો પીછો કરી ચાલકને ધીમે ચલાવવા બાબતે સમજાવવા જતા કાર ચાલક સહીતબે શખ્સોએ યુવકને મારમારી કરી છરી બતાવીને ધમકી આપી હતી. યુવાનને એક્ટિવાની ચાવી કાઢી લઈ ગયા હોય એક્ટિવા અને ચાવી લેવા માટે ગયેલા યુવાનના બનેવીને પણ મારમારી ધમકી આપતા તાલુકા પોલીસમાં ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ આજીડેમ ચોકડી પાસે માંડાડુંગર નજીક ભીમરાવનગર મેઈન રોડ પર રહેતો અને ટુર એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા અરવિંદ કાંતિભાઈ સોલંકી (ઉ.વ.૨૯)એ તાલુકા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં પુનિતનગર પાસેની વિશ્વકર્મા સોસાયટી પાસે રહેતા અલ્તાફ અને મયુરના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઈકાલે હું વાવડી પુનિતનગર પાસે ભારત સોસાયટીમાં રહેતા મારા માસીના ઘરે પ્રેસંગ હોવાથી ત્યાં જમવા ગયો ત્યારે શેરીમાં બેઠો હતો એ સમયે પુરપાટ ઝડપે કાર નીકળતા હું મારા પિતા, બનેવી વિજયભાઈ ડાંગર અને માસીનો દીકરો જીગ્નેસ બધા કાર ચાલક પાછળ ગયા હતા અને કાર રોકાવી ધીમે ચલાવવાનું સમજાવવા જતા કારમાંથી ઉતરેલો યુવક માથાકૂટ કરવા લાગ્યો હતો આથી અમે ૧૧૨માં પોલીસમાં ફોન જાણ કરી હતી. યુવક કાર લઈને ચાલ્યો ગયા બાદ પોતાના ભાઈને બોલાવીને આવ્યો હતો, તેનો ભાઈ આવી કોણે મારી ગાડી રોકવી છે, ગાડી આમ જ નીકળશે, તમારે જે કરવું હોય એ કરો કહી બોલાચાલી કરવા લાગ્યો હતો. આથી અમે કહ્યું હતું કે, ૧૧૨માં ફોન કરી પોલીસને બોલાવી છે. કહેતા તે ઉશ્કેરાયો હતો. ‘તમે પોલીસને કેમ બોલાવી ?' કહી મારા એક્ટિવાની ચાવી છીનવી આજે તો તારી એક્ટિવા સળગાવી દેવી છે કહી ઝપાઝપી કરવા લાગ્યો હતો. તેના ભાઈને હથિયાર લઇ આવવાનું કહેતા તે છરીને લઇને આવ્યો હતો અને મને છરી બતાવી પોતાની ગાડીમાં બેસી જવાનું કહી મારમાર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી ચાલ્યા ગયા હતા.
મારૂ એક્ટિવા તેની શેરીમાં પડેલ હોવાથી બનેવી વિજય ડાંગર એક્ટિવા અને ચાવી લેવા માટે ગયા હતા ત્યારે તેની સાથે પણ મારામારી કરી હતી.
આ અંગે તાલુકા પોલીસે અરવિંદની ફરીયાદ પરથી બંને શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કરી હેડ કોન્સ. ભોજભાઇ મોભએ તપાસ હાથ ધરી છે. (૯.૩૩)










