<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd September 2025

રઘુવંશી પરિવાર રાસોત્‍સવઃ પ્રાચીન ગરબામાં ખેલૈયાઓ ઘુમશે

૭૫૦ ફૂટનું એલઈડી સ્‍ટેજ બનાવાયું, વિશાળ પાર્કિંગ, સેલ્‍ફીઝોન, ડેઈલી પાસ વિતરણ

 

રાજકોટઃ રઘુવંશી પરીવાર રાસોત્‍સવમાં ગરબાની ધુમ સાથે પરંપરા આધુનિકતા અને સજજડ સુરક્ષાનો ત્રિવેણી સંગમ સાથે આજ થી રઘવુંશી ખેલૈયાઓ ધુમ મચાવશે.

કાલાવડ રોડ ખાતે શાશ્વત પાર્ટી પ્‍લોટના વિશાળ ગ્રાઉન્‍ડમાં ખેલેયાને સુપ્રિસિધ્‍ધ સિંગર અય ગઢવી, વિજય બારોટ, રૂપાલી જાંબુચા, નિહાલ પિત્રોડા પોતાના સુરીલા સુર-તાલના સથવારે ખેલૈયાઓને ડોલાવશે.

અકિલા રઘુવંશી પરીવાર રાસોત્‍સવ રઘુવંશી સમાજ માટે નવરાત્રિ મહોત્‍સવમાં સજજડ સુરક્ષા સાથે એક પારીવારીક માહોલમાં ખેલૈયાઓ ધુમ મચાવશે.

જગત જનનીમાં અંબાની આરધના કરવા આજથી રઘુવંશી સમાજના ખેલૈયાઓ રાજકોટની હાર્દ સમાન કાલાવડ રોડ ખાતે આવેલ શાશ્વત પાર્ટી પ્‍લોટમાં ધુમ મચાવશે જ્‍યાં ખેલૈયાને હાઈ-ટેક સાઉન્‍ડ સિસ્‍ટમ ગણેશ સાઉન્‍ડ તથા ખ્‍યાત્‍નામ આશિષ કોટેચા તથા કવિતા કોટેચાનું શુમ ઇવેન્‍ટસ તથા એન્‍કર ચામી ગટેચા ખેલૈયાને ગરબે ઘુમવા મજબુર કરશે.

આયોજકોએ જણાવ્‍યું હતુ કે અર્વાચીન ગરબાની સાથે-સાથે આપણા પ્રાચીન/સંસ્‍કારો, પ્રાચીન ગરબાઓ માતાજીની પૂજા અર્ચના માટે પ્રારંભથી જ રાસોત્‍સવના ખેલૈયાઓ માટે માં-અંબાની આરધના કરવા મંદિર બનાવાય છે.

સમ્રગ આયોજનમાં સજજડ સુરક્ષા, બેઠક વ્‍યવસ્‍થા, વિશાળ પર્કિંગ, તેમજ ફાયર સેફટી તથા ઇજન્‍સી ગેટ, તથા આકર્ષક પ્રવેશ દ્વાર તથા સેલ્‍ફી ઝોન, વિગેરે સેવાઓ ખેલૈયાને પૂરી પાડવામાં આવશે. આમ દરરોજ માં-અંબાની પૂજા-આર્ચના તેમજ આરતી બાદ જ રાસોત્‍સવનો પ્રારંભ કરાય છે. ખેલૈયાઓ માટે ટ્રેડીશ્નલ પારંપારી વષો તેમજ ટાઇટ સીકયોરીટીનું આયોજન અમૂલી બનવાય છે. તથા સ્‍થળ ઉપર ડેઇલી પાસ વિતરણની વ્‍યવસ્‍થા પણ રાખેલ છે.

આયોજનને સફળ બનાવવા પરેશભાઈ વિઠલાણી, હસુભાઈ ભગદેવ, પ્રતાપભાઈ કોટક, તથા સમ્રગ ટીમ જહેમત ઉઠાવી રહી છે. વિશેષ માહિતિ માટે મો. ૯૮૨૪૪ ૦૦૩૦ ઉપર સંર્પક કરવા યાદીમાં જણાવ્‍યું છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:19 PM IST)