<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd September 2025

સાંજે ઢોલની દાંડી પીટાશે અને ગોપીઓ ઝૂમી ઉઠશે

ડી.એચ.કોલેજના મેદાનમાં સરગમ લેડીઝ ક્‍લબ આયોજિત ગોપી રાસોત્‍સવનો થશે પ્રારંભઃ વજુભાઈ વાળા અને ઉદ્યોગપતિ મનીષ માદેકાના હસ્‍તે દીપ પ્રાગટયઃ મુંબઈ, રાજકોટના ગાયકો, ઓરકેસ્‍ટ્રરા કરશે જમાવટ

રાજકોટઃ સરગમ લેડીઝ ક્‍લબ દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ ડી.એચ. કોલેજના ગ્રાઉન્‍ડમાં માત્ર બહેનો માટેના ગોપી રાસોત્‍સવનું સુંદર આયોજન કરવામાં આવ્‍યું છે. આજે પહેલું નોરતું છે અને રાત્રે ૮ વાગ્‍યે ઢોલની પહેલી દાંડી પીટાશે અને મોટી સંખ્‍યામાં બહેનો ઓરકેસ્‍ટ્રરાના તાલે ઝૂમી ઉઠશે. દીપ પ્રાગટય પૂર્વ રાજ્‍યપાલ વજુભાઈ વાળા અને ઉદ્યોગપતિ મનીષભાઈ માદેકાના હસ્‍તે કરવામાં આવશે.

આ ગોપી રાસોત્‍સવમાં લેડીઝ ક્‍લબની બહેનો ઉપરાંત રાજકોટની કોઈ પણ બહેન રમી શકે છે. બેસવાની પણ સુંદર વ્‍યવસ્‍થા છે. જડબેસલાક સિક્‍યુરીટી પણ રાખવામાં આવી છે. મન્‍સુર ત્રિવેદી પ્રસ્‍તુત મ્‍યુઝીકલ મેલોડી કલર્સ ઓરકેસ્‍ટ્રા ધૂમ મચાવશે. મુંબઈના સિંગર હેમંત પંડયા, પ્રિયા જોષી, ભાવના સોની, હેમાદ્રી ત્રિવેદી, અને નલિષ પંડયા (રાજકોટ) માતાજીના ગરબા રજૂ કરશે.

સરગમ લેડીઝ ક્‍લબના ડો.ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, ડો.માલાબેન કુંડલિયાએ જણાવ્‍યું છે કે ગોપી રાસોત્‍સવ આ વખતે પણ સિઝન પાસ માટે ટોકન ફ્રી રાખવામાં આવી છે. સરગમ પરિવારના લેડિઝ સભ્‍ય હોય તેના માત્ર ૧૦ દિવસના ૪૦૦ રૂપિયા અને સભ્‍ય ન હોય તેવા બહેનોના ફક્‍ત ૧૦ દિવસના પાસના ૫૦૦ રૂપિયા ફી રાખવામાં આવી છે. સરગમ ક્‍લબના સભ્‍ય ન હોય તેવા રાજકોટના કોઈપણ બહેનો ૧૫ વર્ષથી ઉપરના જોડાઈ શકે છે.

આજે પ્રથમ નોરતે રામભાઈ મોકરિયા, મુકેશભાઈ પાબારી, અરવિંદભાઈ રૈયાણી, મનીષભાઈ માડેકા, અરવિંદભાઈ રૈયાણી, મનીષભાઈ માડેગા, બિપીનભાઈ હદવાણી, ખોડીદાસભાઈ પટેલ, નરેન્‍દ્રસિંહ જાડેજા, જ્‍યોતીન્‍દ્રભાઈ મહેતા, કમલેશભાઈ મીરાણી, નીતિનભાઈ ભારદ્વાજ, ઈન્‍દુભાઈ વોરા, વેજાભાઈ રાવલીયા, રાજેષભાઈ પોબારૂ, જીતુભાઈ ચંદારણા, કેતનભાઈ મારવાડી, શવિલાલભાઈ આદ્રોજા, શશીકાંતભાઈ કોટેચા, ભાવેશભાઈ પટેલ, અર્જુનભાઈ શિંગાળા, રાજાભાઈ હન્‍દ્રિુજા, જયેશભાઈ લોટીયા, નીતિનભાઈ ઢાંકેચા, મહેશભાઈ રાજપૂત, જીતુભાઈ ભટ્ટ, દનિશભાઇ ગોળવાળા, પ્રજ્ઞેશભાઈ પટેલ, મનસુખભાઈ ભીમાણી, દિવ્‍યેશભાઈ રાયઠ્ઠા, વિનુભાઈ રામાણી, યશપાલસિંહ જાડેજા, કિશોરભાઈ કોટક, વિજયભાઈ ડોબરીયા, દલિશભાઈ કોટક, વિજયભાઈ ડોબરિયા, જયેશભાઈ પાબારી, અમિતભાઇ ભાણવડિયા, જયેશભાઈ ઉપાધ્‍યાય ઉપસ્‍થિત રહેશે. આ રાસોત્‍સવને સફળ બનાવવા માટે સરગમ ક્‍લબ પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ ઉકાણી, ભરતભાઈ પનારા ઉપરાંત લેડિઝ ક્‍લબના ડો.ચંદાબેન શાહ, નિલુબેન મહેતા, ડો.માલાબેન કુંડલિયા, જસુમતિબેન વસાણી, અલ્‍કાબેન કામદાર, છાયાબેન દવે, ગીતાબેન હીરાણી, ડો.અલ્‍કાબેન ધામેલિયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે

(3:19 PM IST)