<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd September 2025

ભકિતનગર સ્‍ટેશન પ્‍લોટમાંથી રૂા. ર.૭૦ લાખના દારૂ ભરેલી માલવાહક ગાડી સાથે પ્રદિપ પકડાયો

પીસીબીના હેડ કોન્‍સ કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા અને કોન્‍સ યુવરાજસિંહ રાણાની બાતમીઃ દારૂની ૮૬૪ બોટલ અને વાહન મળી રૂા. ૪.૧૯ લાખનો મુદામાલ કબ્‍જે

રાજકોટ, તા. રરઃ ગોડાઉન રોડ પર ભકિતનગર સ્‍ટેશન પ્‍લોટમાં વે-બ્રીજ પાસે પીસીબીની ટીમે બાતમીના આધારે દરોડો પાડી રૂા. ર.૭૦ લાખના વિદેશી દારૂનો જથ્‍થો ભરેલ માલવાહક વાહન સાથે યુપીના શખ્‍સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ ભકિતનગર સ્‍ટેશન પ્‍લોટ પાસે વિદેશી દારૂના જથ્‍થો ભરેલ માલવાહક વાહન લઇને નીકળ્‍યો હોવાની પીસીબીના હેડ કોન્‍સ કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા અને કોન્‍સ યુવરાજસિંહ રાણાને બાતમી મળતા ભકિતનગર સ્‍ટેશન પ્‍લોટ શેરી નં. ૧૭ ના ખુણે વે-બ્રીજ પાસેથી જીજે-૩-બીટી-૬૮૬૧ નંબરના માલવાહક વાહનમાંથી રૂા. ર,૬૯,પ૬૮ ની કિંમતની  વિદેશી દારૂની ૮૬૪ બોટલ સાથે પ્રદિપ ભગૌતીપ્રસાદ પાસવાન (ઉ.વ. ૪ર) (રહે. ધનુહી ગામ સર્કલ તેન્‍દુઆ કબીર પોસ્‍ટ, જી. બહુરાઇચ, ઉત્તરપ્રદેશ હાલ રાજકોટ સોરઠીયા વાડી સર્કલ પાસે ઓરડીમાં ભાંડ) ને પકડી લઇ પોલીસે રૂા. ર.૬૯ લાખનો દારૂ અને વાહન મળી રૂા. ૪,૧૯,પ૬૮ નો મુદામાલ કબ્‍જે કર્યો હતો. પોલીસની પુછપરછમાં પ્રદિપ દારૂનો જથ્‍થો ગોવાથી લઇ આવ્‍યો હતો. અને રાજકોટમાં તે પાંચમી વખત દારૂ લઇ આવ્‍યો હોવાનું જાણવા મળ્‍યુ છે. દારૂ કોને આપવાનો હતો તે અંગે પોલીસે તપાસ હાથધરી છે. આ કામગીરી પીસીબીના પી.આઇ. એમ.આર. ગોંડલીયા તથા એમ. જે. હુણના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. પી.બી. ત્રાજીયા, એ.એસઆઇ. સંતોષભાઇ મોરી, મયુરભાઇ  પાલરીયા, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ધનશ્‍યામસિંહ ચૌહાણ, હેડ કોન્‍સ. કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂ, વિરેન્‍દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, રાહુલગીરી ગૌસ્‍વામી, કોન્‍સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, હિરેન્‍દ્રસિંહ પરમાર દ્વારા કરવામાં આવી હતી.(

(3:22 PM IST)