હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ડો.વલ્લભભાઈ કથીરીયા દ્વારા ૧૩૪મી વખત રક્તદાન

રાજકોટઃ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિતે દેશભરમાં સેવા પખવાડિયું ઉજવાઈ રહ્યું છે. ત્યારે અમદાવાદના નરેન્દર મોદી સ્ટેડિયમ ખાતે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ, અમદાવાદ દ્વારા યોજાયેલા રક્તદાન અમૃત મહોત્સવ કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.વલ્લભભાઈ કથિરીયાએ ૧૩૪મી વખત બ્લડ ડોનેટ કરી, યુવાનો, બાળકો અને સર્વ સમાજ માટે ઉદાહરણ રૂપ બન્યા છે. કાર્યક્બરમમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે ડો.વલ્લભભાઈ કથીરીયાએ જણાવ્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે ઉજવાતા સેવા પખવાડિયાનો મર્મ એ છે કે આપણે સેવા, માનવતા અને કરુણાને જીવનમાં ઉતારીએ અને સમાજ માટે પ્રેરણાસ્ત્રોત બનીએ. ડો.કથીરિયાએ વ્યક્તિગત યોગદાન ઉપરાંત, તેઓએ રક્તદાતાદઓની નિર્ણાયક જરૂરિયાત વિશે જનજાગૃતિ વધારવા માટે સક્રિયપણે હિમાયત કરી છે.‘‘રક્તદાન જીવનદાન'' ‘‘રક્તદાન મહાદાન'' અને જીવન પર્યત રક્તદાન, મૃત્યુબાદ અંગદાનનો સૌ સંકલ્પ કરીએ એવો અનુરોધ ડો.કથીરિયાએ આ પ્રસંગે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ડો.વલ્લભભાઈ કથીરિયાના ધર્મ પત્નિ શ્રીમતી કાંતાબેન કથિરીયા પણ વર્ષોથી બ્લડ ડોનેટ કરી રહ્યા છે. અને સામાજીક ક્ષેત્રે અગ્રણી છે, તેઓ અત્યાર સુધીમાં ૨૦થી વધુ વખત રક્તદાન કરી ચૂક્યા છે. પુત્ર ડો.આત્મન અને પુત્રી ડો.નિષ્ઠા પણ નિયમિત રક્તદાતા છે.










