<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd September 2025

નરેન્‍દ્રભાઇએ ઐતિહાસિક કાનૂની અને બંધારણીય સુધારા કર્યા છે : કમલેશ જોષીપુરા

નેહલ શુક્‍લ અને સમગ્ર ટીમ દ્વારા અર્થપૂર્ણ અને અસરકારક સંવાદનું આયોજન : ગીતાના સ્‍થિતપ્રજ્ઞના ઉપદેશને આત્‍મસાત કરનાર શ્રી નરેન્‍દ્ર મોદી સાચા અર્થમાં નુતન યુગના નાયક છે

રાજકોટ : ‘‘નુતન યુગના નાયક નરેન્‍દ્ર મોદી'' શીર્ષક અંતર્ગત શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના કાર્યકાળ દરમિયાન કરાયેલા કાયદાકીય અને બંધારણીય સુધારા સંદર્ભે લીગલ રિસર્ચ ફાઉન્‍ડેશન અને એચ. એન. શુક્‍લ લો કોલેજના ઉપક્રમે સૌરાષ્‍ટ્રના અગ્રણી કાયદાવિદોની ઉપસ્‍થિતિમાં મહત્‍વપૂર્ણ સંવાદનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને વરિષ્ઠ ધારાશાષાી અને લીગલ રિસર્ચ ફાઉન્‍ડેશનના ચેરમેન, ડો. કમલેશ જોષીપુરા, લો ફેકલ્‍ટીના વરિષ્ઠ અગ્રણી શ્રી નેહલ શુક્‍લ, સરકારી લો કોલેજના પ્રિન્‍સિપાલ શ્રી કમલેશ બુધભટ્ટી, શ્રી મહેશભાઈ ચૌહાણ, બાર એસોસિએશન ઓફ ઇન્‍ડિયાના જનરલ સેક્રેટરી શ્રીમતી ભાવના જોશીપુરા, રાજેન્‍દ્રભાઈ દવે, એ. એચ. ચૌહાણ તેમજ સૌરાષ્‍ટ્રના અગ્રણી ધારાશાષાીઓ અને કાયદાવિદ્યા શાખાના પ્રાધ્‍યાપકોની ઉપસ્‍થિતિમાં બંધારણના અભ્‍યાસુ ડો. કમલેશ જોશીપુરાનું મુખ્‍ય વક્‍તવ્‍ય આયોજિત કરવામાં આવ્‍યું હતું. આ સંવાદમાં ખૂબ જ રસપ્રદ રીતે ૨૦૧૪ થી ૨૦૨૫ સુધી શ્રી નરેન્‍દ્રભાઇ મોદી સરકાર દ્વારા કાનૂની અને બંધારણીય સુધારાની વિશ્‍લેષણાત્‍મક છણાવટ કરવામાં આવી હતી. ડો. કમલેશ જોષીપુરાએ જણાવ્‍યું હતું કે ભારતમાં ન્‍યાયતંત્રથી લઈ અને ટોચના બંધારણ વિદો પણ અનુચ્‍છેદ ૩૭૦ નાબૂદ કરી શકાય કે કેમ તે અંગે વિશ્વસ્‍ત ન હતા એટલું જ નહીં, પરંતુ દેશમાં ત્રીપલ તલાક નાબૂદ કરી શકાય, જીએસટીનું અમલીકરણ થઈ શકે અને સરળતાથી અને સફળતાથી તે ચાલી શકે, પાડોશી દેશોમાં વસ્‍તી હિન્‍દુ લઘુમતીને કાયમી નાગરિકત્‍વ આપી શકાય, આ બધી જ બાબતો ભારતના સર્વ ભૌમત્‍વ અને ભારતની એકતા અને અખંડિતતા સાથે સંકળાયેલી એવી બધી જ બાબતો હતી પરંતુ શ્રી નરેન્‍દ્રભાઇ મોદી નામના જનનાયક ે આ પડકારોને ઝીલી અને પડકારોને પડકારી સફળતાપૂર્વક સરળતાથી જનતાના વિશ્વાસ સાથે આ બધા જ સંકલ્‍પો સિદ્ધ કર્યા છે.  આ પ્રસંગે ડો. કમલેશ જોષીપુરા ઉપરાંત શ્રી નેહલ શુક્‍લ, બાર એસોસિએશન ઓફ ઇન્‍ડિયાના શ્રીમતી ભાવના જોશીપુરા, પ્રિન્‍સિપાલ બુદ્ધભટ્ટી, રાજેન્‍દ્ર દવે, આનંદ ચૌહાણ, ગૌતમ દવે, પૂર્વી સોનેજી, ચિરાગ ચૌહાણ, ગુજરાત સરકાર ચાઇલ્‍ડ વેલ્‍ફેર કમિટીના ચેર પર્સન પ્રિતેશ પોપટ, ધરા ઠાકર સહિતનાએ પ્રસંગિક પ્રવચનો કર્યા હતા. આ પ્રસંગે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી કાયદા ભવન, માનવ અધિકાર ભવન સમાજકાર્ય ભવન, સરકારી લો કોલેજ તેમજ તમામ લો કોલેજના પ્રતિનિધિઓ ઉપરાંત કાઉન્‍સેલરો વકીલો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેલ. સમગ્ર સંવાદનું સંચાલન મેનેજમેન્‍ટ કોલેજના હેડ શ્રી ઐયુબ અને લો કોલેજના ડો.પ્રિયંકાએ કરેલ હોવાનું સમ્રાટ ઉપાધ્‍યાયની યાદીમાં જણાવાયુ છે.

(3:31 PM IST)