<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd September 2025

કાલે રાષ્‍ટ્રીય આયુર્વેદ દિવસે બાન વોકાથોન ફોર આયુર્વેદ

સવારે ૭ વાગ્‍યે રેસકોર્ષ રીંગ રોડ ખાતે ૫૦૦ તબીબો- વિદ્યાર્થીઓ જોડાશેઃ આયુર્વેદ દ્વારા સ્‍વસ્‍થ રહો, ખુશ રહો, મસ્‍ત રહો...ના સૂત્રને ચરિતાર્થ કરશે આયુર્વેદ એસોસીએશનનું આયોજન

રાજકોટઃ અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ડો. હરનારાયણ મંડીર, ડો. સંજય જીવરાજાની ડો. ગૌરાંગ જોશી, ડો. મુસ્‍તાક કાદરી, ડો. કિર્તિ જોશી, ડો.વિશાલ ભીમજીયાણી નજરે પડે છે.(તસ્‍વરી અભિજીત બગથરીયા)

રાજકોટ તા.૨૨: આવતી કાલે તા.૨૩ સપ્‍ટેમ્‍બર સમગ્ર દેશમાં ૧૦માં રાષ્‍ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી થઇ રહી છે. રાજકોટના તમામ આયુર્વેદ એસોસીએન્‍સ દ્વારા કાલે સવારે તા.૨૩ના મંગળવારે રેસકોર્ષ ખાતે બાન વોકથોન ફોર આયુર્વેદની ઉજવણી કરવામાં આવશે. જેમાં હજારો લોકો અને આયુર્વેદના તબીબો જોડાશે.

૧૦ માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે ‘‘બાન વોકાથોન ફોર આયુર્વેદ''નું ભવ્‍ય આયોજન રાજકોટ આયુર્વેદ પરિવાર તથા રાજકોટ ની તમામ આયુર્વેદ કોલેજો, ગુજરાત આયુર્વેદ કાઉન્‍સિલ, આયુષ વિભાગ રાજકોટ તથા રાજકોટ અને જિલ્‍લાના તમામ આયુર્વેદ એસોસિએશનસના સંયુક્‍ત ઉપક્રમે થયું છે. તા.૨૩ સપ્‍ટેમ્‍બર, મંગળવાર, સવારે ૭ વાગ્‍યે, સ્‍થળ- સરદાર વલ્‍લભભાઇ પટેલનું સ્‍ટેચ્‍યુ, રેસકોર્સ, રાજકોટ, કાર્યક્રમના મેઈન સ્‍પોન્‍સર બાન લેબ્‍સ, રાજકોટ છે. ટી શર્ટ સ્‍પોન્‍સર રેડસ્‍ટોન આયુર્વેદ, રાજકોટ તથા તમામ આયુર્વેદ કોલેજોનો સહયોગ  દ્વારા કોવિડ કાળમાં તથા ત્‍યારબાદ જે રીતે આયુર્વેદ ચિકિત્‍સા વિશ્વભરમાં પ્રચલિત થઈ રહી છે ત્‍યારે આયુર્વેદ ફોર પીપલ એન્‍ડ પ્‍લેનેટ થિમ આધારિત  જન જન સુધી આયુર્વેદ ચિકિત્‍સા પધ્‍ધતિ પ્રચલિત બને તે માટે રેસકોર્સ બહુમાળી ભવન ચોક થી આશરે ૧૦૦૦ જેટલા લોકો આ Walkathon મા જોડાશે તથા રાજકોટ ની આરોગ્‍ય પ્રેમી જાહેર જનતાને પણ જોડાવા ની અપીલ શ્રી રાજકોટ આયુર્વેદ પરિવાર દ્વારા કરવામાં આવે છે ઘર ઘર આયુર્વેદ, હર ઘર આયુર્વેદ આયુર્વેદ દ્વારા સ્‍વસ્‍થ રહો, ખુશ રહો, મસ્‍ત રહો સૌ સાથે મળીને આ કાર્યક્રમ ને સફળ બનાવીએ. તેવા સંકલ્‍પબધ્‍ધ થઇ રહ્યા છે.

આ વોકાથોન ની મુખ્‍ય સંયોજક સંસ્‍થા શ્રી રાજકોટ વૈદ્યસભા છે. બાન લેબ્‍સ ના શ્રી મૌલેશભાઇ ઉકાણી દ્વારા આ કાર્યક્રમ માટે મુખ્‍ય સ્‍પોન્‍સર શીપ આપવામાં આવી છે.તથા ગુજરાત આયુર્વેદ કાઉન્‍સિલ નો સહયોગ પ્રાપ્ત થયો છે.

આ વોકાથોન ને સફળ બનાવવા શ્રી રાજકોટ વૈદ્યસભા, ગાંધીગ્રામ ડોકટર એસોસિએશન,કાલાવડ રોડ ડોક્‍ટર એસોસિએશન, જામનગર ડોક્‍ટર એસોસિએશન, ઈસ્‍ટ ઝોન ડોકટર એસોસિએશન, પડધરી ડોક્‍ટર એસોસિએશન,મવડી રોડ ડોકટર એસોસિએશન ના તમામ તબીબો ડો.હરનારાયણ મંડિર, ડો.દેવેશ જોષી, ડો.વિશાલ ભીમજીયાણી, ડો.આનંદ ચૌહાણ, ડો.યતિન પૂજારા,ડો.સૌનીલ પટેલ તથા રાજકોટ ની તમામ આયુર્વેદ કોલેજો તથા તેમના ટ્રસ્‍ટીઓ અને તબીબો,પ્રોફેસરો,પ્રિન્‍સિપાલો,આયુર્વેદના વિધાર્થીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

રાજકોટ સ્‍થિત ઈન્‍ડિયન ઇન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ આયુર્વેદ ના ડો.મેહુલ રૂપાણી,ડો.નેહલ શુક્‍લ,શ્રી બી જી ગેરૈયા આયુર્વેદ કોલેજના વનરાજભાઈ ગેરૈયા, ગ્‍લોબલ આયુર્વેદ કોલેજ ના સિધ્‍ધાર્થ મહેતા,મુરલીધર આયુર્વેદ કોલેજ ના કરણભાઈ રાઠોડ,ગાર્ડી વિદ્યાપીઠ ના ડી.વી.મહેતા, આર કે યુનિવર્સિટી ના ડેનિશભાઈ, પ્રિન્‍સિપાલ શ્રી ઓ ડો.લીનાબેન શુક્‍લ,ડો.શ્રેયસ ભાલોડીયા,ડો.રવિકાંત ગોયલ,ડો.અલ્‍પેશ સોરઠિયા,ડો.મનોજ પાંડે,ડો.મહેશ નો સહયોગ મળી રહ્યો છે.

આ વોકાથોન દ્વારા લોકો સુધી આયુર્વેદ અને આયુર્વેદ ની વિવિધ ચિકિત્‍સા પદ્ધતિઓ ના પ્રચાર માટે પ્રોજેકટ ડાયરેકટર વૈદ્ય ગૌરાંગ જોષી,પ્રોજેકટ કોઓર્ડિનેટર વૈધ ભાનુ મેતા, ડો. સંજય જીવરાજાની(પ્રમુખ,ગુજરાત આયુર્વેદ કાઉન્‍સિલ), તથા રાજકોટ વૈદ્યસભા ના ડો.યતિનભાઈ વૈદ્ય, ડો.મુસ્‍તાક કાદરી, ડો.કિર્તી જોષી, ડો.કેતન ભીમાણી, ડો.બીના મડિયા, ડો.ભારતીબેન જાની,ડો.પ્રતિક્ષા દેસાઇ સહિતના તબીબો છેલ્‍લા ઘણા દિવસોથી જહેમત ઉઠાવી રહ્યા છે.(૩૮.૨૯)

(3:44 PM IST)