હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ટીપરવાન ઘરે-ઘરેથી કચરો નથી લેતીઃ તંત્રનો કાન આમળતા નિલેશ જલુ
સોલીડ વેસ્ટ શાખાની કામગીરી ઉપર ખુદ ચેરમેને લોકપ્રશ્ન ઉઠાવ્યો : જો ખરેખર ટ્રાન્સફર સ્ટેશનથી એમઆરએફ સીસ્ટમનો અમલ થાય તો કચરો અને ભારણ બન્ને હળવા થઇ શકેઃ અમલવારી માટે જનરલ બોર્ડમા સવાલો ઉઠાવ્યા

રાજકોટ, તા.૨૨: મહાપાલિકાના શનીવારે મળેલ જનરલ બોર્ડમાં વધુ એક વખત શાસક પક્ષના કોર્પોરેટરોએ પોતાના જ તંત્રના અધિકારીઓનો કાન આમળ્યો હતો. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ કમીટીના ચેરમેન નિલેશ જલુએ ડોર ટુ ડોર કલેકશન કામગીરીમાં ખામીથી લોકો હેરાન થતા હોવા અંગે બોર્ડનું ધ્યાન દોર્યુ હતું.
પ્રથમ પ્રશ્નૈ ચર્ચા દરમ્યાન સોલીડ વેસ્ટ સમિતિના ચેરમેન નિલેશ જલુએ પોતાના જ વિભાગની કામગીરી અંગે ધ્યાન દોર્યુ હતું. તેમણે ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની સિસ્ટમ અને વ્યવસ્થા અંગે સવાલ પૂછયો હતો. અનેક ચોકમાં ટીપર વાન આવે છે અને સીટી મારીને લોકોને કચરો ફેંકવા બોલાવે છે. પરંતુ ખરેખર તો ટીપર વાનની ટીમે ડેલીએ ડેલીએ જઇને કચરો એકત્ર કરવાનો હોય છે. આ નિયમ મુજબ કામ કરવા તેમણે કહ્યું હતું. વધુમાં શ્રી જલુએ જણાવેલ કે, ત્રણ ટ્રાન્સફર સ્ટેશનથી કચરો જાય છે. પરંતુ જો ખરેખર ‘એમઆરએફ' સિસ્ટમનો અમલ થાય તો આ કચરો ઘટી શકે છે અને કોર્પો. ઉપરનું ભારણ હળવું થઇ શકે છે. એમઆરએફ સીસ્ટમનો અમલ ચાલુ ન કરવાની રાજકોટ શહેરનો વધારાનો કચરો ટ્રાન્સપોર્ટ કરવો પડે છે.
જેના હીસાબે મનપાને દૈનિક ૪ લાખની નુકશાની થાય છે. જે વસુલવી કોની પાસેથી વસુલવી તેવો પ્રશ્ન ઉઠાવ્યો હતો.
બોર્ડમાં નીલેશ જલુએ કહયુ હતુ કે, નાકરાવાડી ખાતે ૩ એજન્સીની કામગીરી મનપાના નીયમ પ્રમાણે નહિ કરેલ જેની પેનલ્ટી કરેલ છે. તો ડોર ટુ ડોર ગાર્બૈજ કલેકશનની કેમ નહિં.
અંતમાં તેઓએ ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનમાં નાગરીકોને થતી તકલીફ દુર કરવા માંગ કરી છે.(૬.૧૪)










