<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd September 2025

ચેમ્‍બરની ૭૦મી AGM યોજાઇ : ૨૦૨૪-૨૫માં ૩૦ લાખનો નફો : સંસ્‍થા હવે રજીસ્‍ટર્ડ સંસ્‍થા તરીકે ઓળખાશે

વાર્ષિક કામગીરી - ઓડિટ રિપોર્ટ - અંદાજપત્ર સર્વાનુમતે મંજુર : વર્ષ દરમ્‍યાન ૧૨૩ મિટીંગો - મુલાકાતો યોજાઇ : બંધારણ - રજીસ્‍ટર્ડ વગેરે પ્રશ્‍નો સફળતાથી પૂર્ણ કરવા બદલ પ્રમુખ વી.પી.વૈષ્‍ણવને અભિનંદન પાઠવાયા

રાજકોટ, તા.૨૨: રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીના પ્રમુખશ્રીવીપી વૈષ્‍ણવના અધ્‍યક્ષ સ્‍થાને તા. ૨૦-૯-૨૦૨૫ શનિવારના રોજ ૭૦મી વાર્ષિક સામાન્‍ય સભા યોજવામાં આવેલ હતી. પ્રમુખશ્રીએ સૌનું હાર્દિક સ્‍વાગત કરી સમયસર કોરમ પુરૂં થઈ જતા એજન્‍ડા મુજબની કાર્યવાહીનો પ્રારંભ કરવા માનદમંત્રીશ્રી નૌતમભાઈ બારસીયાને જણાવેલ.

ત્‍યાર બાદ પ્રમુખશ્રી વીપી વૈષ્‍ણવએ સંસ્‍થાની ૭૦મી વાર્ષિક સામાન્‍ય સભામાં બંધારણ સમિતિના અધ્‍યક્ષ કે જેને કાયદે આઝમ તરીકે ઓળખાય છે તેવા ડો. પુરૂષોતમભાઈ પીપરીયા તેમજ સમિતિના સભ્‍ય અને પૂર્વ પ્રમુખશ્રી શિવલાલભાઈ બારસીયા, હોદેદારો, વ્‍યવસ્‍થાપક સમિતિના સભ્‍યો અને સભાસદમિત્રોને સહર્ષ આવકારેલ. રાજકોટ ચેમ્‍બર ૭૦ વર્ષ જુની વરિષ્ટ મહાજન સંસ્‍થા છે. તેમજ રાજકોટ-સૌરાષ્‍ટ્રના વેપાર-ઉદ્યોગનું પ્રતિનિધિત્‍વ કરી રહયું છે. ત્‍યારે તેઓના ઉદભવતા પ્રશ્‍નોની કેન્‍દ્ર-રાજય સરકાર તથા વિવિધ વિભાગોમાં રજૂઆતો કરી યોગ્‍ય નિરાકરણ લાવવા માટે હંમેશા અગ્રેસર રહી મહત્‍વની ભૂમિકા ભજવે છે. સંસ્‍થાએ આજે પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે. ત્‍યારે ગત વર્ષ ૨૦૨૪ માં દિલ્‍હી ખાતે નાણામંત્રીશ્રીમતી નિર્મલા સિતારામનજીના અધ્‍યક્ષ સ્‍થાને બજેટના સૂચનો માટે મિટીંગ યોજવામાં આવેલ હતી અને સમગ્ર દેશમાંથી માત્ર ૧૭ જેટલી ચેમ્‍બરોને આમંત્રીત કરેલ તેમાં સમગ્ર ગુજરાતમાંથી માત્ર ૨ાજકોટ ચેમ્‍બ રએ પ્રતિનિધિત્‍વ કરીને વેપાર-ઉદ્યોગકારો, MSME, ખેડુતો વિગેરેના હિતમાં નિર્ણય લેઈ જીએસટીમાં સરળીકરણ કરવા અને ચારમાંથી માત્ર બે જ સ્‍લેબ રાખવા રજૂઆત કરેલ હતી.  સંસ્‍થા દ્વારા અવાર-નવાર અલગ-અલગ સેક્‍ટરને લગતા અવરનેશના સેમીનાર, ઓપન હાઉસો યોજે છે તો તેનો પણ ખાસ લાભ લેવો. તેમજ સમગ્ર ભારતની ઉચ્‍ચ સંસ્‍થા ફિકકી અને એસોચેમ, આઈએમસી, ગુજરાત ચેમ્‍બરની કમિટિમાં પણ સ્‍થાન ધરાવે છે અને તેમાં પણ પ્રશ્‍નો રજુ કરીએ છીએ તો દરેક વેપાર-ઉદ્યોગકારોને કોઈપણ પ્રશ્‍નોラસૂચનો હોય તો મોકલી આપવા અનુરોધ છે.

ત્‍યારબાદ માનદમંત્રીશ્રીએ વર્ષ ૨૦૨૪-૨૫ દરમ્‍યાન યોજવામાં આવેલ ૧૨૩ જેટલી મિટીંગ-મુલાકાતો, સેમિનારો-વેબીનારો, ઓપન હાઉસ, ૬૭ જેટલી અખબારી યાદીઓ તેમજ ૧૪ કારોબારી સમિતિની મિટીગ વિગેરે કાર્યવાહીનો અહેવાલ રજુ કરેલ. જેની ઉપસ્‍થિત સૌ સભ્‍યોએ સહર્ષ નોંધ લીધેલ. ત્‍યારબાદ રાજકોટ ચેમ્‍બરને ટ્રેઝર રશ્રી વિનોદભાઈ કાછડીયા દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ ના આવક-જાવકના ઓડિટે હિસાબો રજુ કરેલ અને કુલ ખર્ચ કરતા આવકમાં રૂા. ૩૦,૪૭,૮૬૧/નો વધારો થયેલ છે તે રજુ કરેલ અને ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬ નું અંદાજપત્ર રજુ કરતા સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ ત્‍યારબાદ માનદમંત્રીશ્રી નૌતમભાઈ બારસીયાએ ચાલુ વર્ષ માટે ઓડિટર તરીકે મે. ડી.વી. લાલચંદાણી એન્‍ડ કંપનીનું નામ સુચવતા તમામ સભ્‍યો દ્વારા સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ.

માનદ મંત્રીશ્રી નૌતમભાઈ બારસીયાએ ગત વર્ષની વાર્ષિક સામાન્‍ય સભામાં બંધારણને સર્વાનુમતે મંજુર કરેલ અને ત્‍યાર બાદ ચેરીટી કમિશનરશ્રી સમક્ષ સોસાયટી એકટ ૧૮૬૦ અને ચેરીટી એકટ હેઠળ રજીસ્‍ટ્રેશન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી ત્‍યારે આજની આ વાર્ષિક સામાન્‍ય સભામાં સહર્ષની લાગણી સાથે જણાવીએ છીએ કે રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીને સોસાયટી એકટ ૧૮૬૦ અને ચેરીટી એકટ હેઠળ રજીસ્‍ટ્રેશન પ્રાપ્ત થઈ ગયું છે. જેની સૌ ઉપસ્‍થિત સભાસદોએ સહર્ષ નોંધ લીધેલ

બંધારણ સમતિના અધ્‍યક્ષશ્રી ડો. પુરૂષોતમભાઈ પીપરીયાએ જણાવેલ કે, સંસ્‍થાનું બંધારણ તૈયાર કરવા માટે ૭સભ્‍યોની સમિતિની રચના કરવામાં આવેલ હતી અને ગત વાર્ષિક સામાન્‍ય સભામાં બંધારણને લગતા પ્રશ્‍નો-સુચનો પણ આવ્‍યા હતા અને દરેકને સાંભળી યોગ્‍ય પ્રત્‍યુતરો આપી આ બંધારણને સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ અને રજીસ્‍ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરેલ અને હવે સંસ્‍થા રજીસ્‍ટર્ડ થઈ ગઈ છે તે ખુબ જ આનંદની વાત છે જેનાથી સરકારશ્રીની વિવિધ સહાયો-લાભો મળવાપાત્ર થશે આમ સૌને અભિનંદન પાઠવી પ્રમુખશ્રી વી.પી. વૈષ્‍ણવને બંધારણ તથા રજીસ્‍ટ્રેશન સર્ટીફિકેટ અર્પણ કરવામાં આવ્‍યા

(4:23 PM IST)