<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd September 2025

શરદી-તાવ-ઉધરસ-ઝાડા-ઉલ્‍ટીના ૧૮૪૬ દર્દી

મનપા દ્વારા ૪૧૩૩પ ઘરોમાં પોરાનાશક કામગીરી તથા ૯પ૦ રહેણાંકોમાં ફોગીંગ કરાયાનો દાવો : મચ્‍છરજન્‍ય રોગચાળો વકર્યોઃ ડેન્‍ગ્‍યુના-૪, મેલેરીયા તથા ચિકનગુનીયાના ૧-૧ દર્દીઃ મચ્‍છર ઉત્‍પતિ સબબ ૪૯૮ને નોટીસઃ ૧પ હજારનો ચાર્જ વસુલાયો

રાજકોટ, તા. રરઃ શહેરમાં ચોમાસા ઋતુમાં રોગચાળાનો પગપેસારો વધુ થવા પામ્‍યો છે. મનપાના આરોગ્‍ય વિભાગમાં ગત સપ્તાહ કરતા  આ સપ્તાહે શરદી, તાવ, ઝાડા, ઉલ્‍ટીના કેસ જોવા મળ્‍યા છે.

આ સપ્તાહે ૧૮૪૬ થી વધુ દર્દી નોંધાયા છે. મચ્‍છરજન્‍ય રોગના ૬ કેસ નોંધાયા છે.  આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી  મુજબ તા. ૧૫ થી ૨૧ સપ્‍ટેમ્‍બર સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.

મચ્‍છરજન્‍ય

રોગચાળાના ૬ કેસ

છેલ્લા  સપ્તાહમાં  ડેન્‍ગ્‍યુના ૪, મેલેરીયાના ર તથા ચિકનગુનીયાનો કેસ નોંધાયો છે.

શરદી-તાવના ૧૮૪૬ થી વધુ કેસ

શહેરમાં શરદી-ઉધરસના કેસ ૮૬૯  તેમજ સામાન્‍ય તાવના ૮૩૮ અને ઝાડા-ઉલ્‍ટીના કેસ ૧૩૯, ટાઇફોડના ૩ તથા કમળાના ૪ સહિત કુલ ૧૮૪૬ થી વધુ  દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૨૭૦૯૩ તેમજ સામાન્‍ય તાવના ૨૮૧૦૯ અને ઝાડા-ઉલ્‍ટીના કેસ ૭૦૯૨ તથા ટાઇફોડનો ૮૧ તેમજ કમળાના ૧૧૨  કેસ નોંધાયા છે. 

મચ્‍છર ઉત્‍પતિ સબબ

૪૯૮ને નોટીસ

રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ધનીષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૪૧૩૩૫ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૯૫૦ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્‍ય ૭૬૨ થી વધુ સ્‍થળોએ  મચ્‍છર ઉત્‍પતિ  સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૬૯૮ લોકોને નોટીસ પાઠવી હતી. જયારે ૩૮ લોકો પાસેથી ૧૫૦૫૦નો ચાર્જ વસુલાયો હતો.

(4:15 PM IST)