<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd September 2025

માંડાડુંગર હરસિધ્‍ધી પાર્કના વૃધ્‍ધ જેશાભાઇ ધરજીયાનો વિજથાંભલે લટકી જઇ આપઘાત

રાતે ઘરેથી રાંઢવુ લઇ નીકળી જઇ પગલુ ભર્યુઃ ફેફસાની બિમારી કારણભૂતઃ અગાઉ સિવિલમાં સિક્‍યુરીટી તરીકે નોકરી કરતાં હતાં

 

 

રાજકોટ તા. ૨૩: આજીડેમ ચોકડીથી આગળ માંડાડુંગર નજીક હરસિધ્‍ધી પાર્ક-૩ આરતી ઇન્‍ડસ્‍ટ્રીઝ રોડ પર શક્‍તિ હોટલ પાછળ રહેતાં જેશાભાઇ અમરશીભાઇ ધરજીયા (ઉ.વ.૬૦) નામના વૃધ્‍ધ ઘર નજીક વિનાયક માઇક્રો કારખાના સામે આવેલા વિજથાંભલા પર મોડી રાતે રાંઢવું બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ સ્‍ટેશનના હેડકોન્‍સ. એચ. એમ. ધરજીયાએ ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનારા જેશાભાઇ અગાઉ સિવિલ હોસ્‍પિટલમાં સિક્‍યુરીટી ગાર્ડ હતાં. હાલ નિવૃત જીવન જીવતા હતાં. તે બે બહેન અને ત્રણ ભાઇમાં વચેટ હતાં. સંતાનમાં ચાર દિકરી અને બે દિકરા છે. ફેફસાની બિમારીથી કંટાળી પગલુ ભર્યાનું સગાએ કહ્યું હતું.  રાતે ઘરના લોકો સુઇ ગયા બાદ તેઓ ઘરેથી રાંઢવુ લઇને નીકળ્‍યા હતાં અને આ પગલુ ભરી લીધું હતું. બનાવથી વિસ્‍તારમાં પણ અરેરાટી વ્‍યાપી ગઇ હતી. (૧૪.૫)

(11:03 AM IST)