<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd September 2025

સ્‍વચ્‍છોત્‍સવ જનજાગૃતિ અર્થે રન ફોર સ્‍વચ્‍છતા યોજાઇ

રેલીને ફ્‌લેગ ઓફ કરાવતા મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા અને દંડક મનિષભાઈ રાડીયા

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા શહેરના બસ સ્‍ટેશન, રેલ્‍વે સ્‍ટેશન, રીક્ષા સ્‍ટેન્‍ડ, રાજ્‍ય ધોરી માર્ગ તથા રાષ્‍ટ્રીય ધોરી માર્ગની સફાઈ, શહેરના મુખ્‍ય માર્ગની સફાઈ, બજાર અને વાણિજ્‍ય વિસ્‍તારની સફાઈ, પબ્‍લિક ટોયલેટ તથા કોમ્‍યુનિટી ટોયલેટની સફાઈ માટે સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે. જે અંતર્ગત ગઇકાલે સ્‍વછોત્‍સવની ઉજવણીના અનુસંધાને રેસકોર્ષ સંકુલ ખાતે આવેલ બાલભવન પાસે સવારે ૦૭:૩૦ કલાકે ‘રન ફોર સ્‍વચ્‍છતા' કાર્યક્રમ યોજાયો. આ ‘રન ફોર સ્‍વચ્‍છતા' રેલીને રાજકોટ મહાનગરપાલિકા મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા અને દંડક મનિષભાઈ રાડીયા દ્વારા ફ્‌લેગ ઓફ કરાવવામાં આવેલ. આ કાર્યક્રમમાં મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, જિલ્લા રમત ગમત અધિકારી વિરેન્‍દ્રસિંહ જાડેજા, સિટી એન્‍જીનિયર પી.ડી.અઢીયા, ઈ.ચા.આસી.કમિશનર દિપેન ડોડીયા, રેસકોર્ષ સંકુલના મેનેજર કૌશિક ઉનાવા, શાળાના વિદ્યાર્થીઓ, રમતવીરો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેલ હતા. સ્‍વછોત્‍સવ અંતર્ગત ‘રન ફોર સ્‍વચ્‍છતા' કાર્યક્રમ દ્વારા શહેરના નાગરિકોને પોતાનું શહેર, વોર્ડ, સોસાયટી, શેરી સ્‍વચ્‍છ રાખવા બેનર્સ અને પ્‍લેકાર્ડ દ્વારા સ્‍વચ્‍છતા અંગેના જન જાગળતિ સંદેશ આપવામાં આવ્‍યા. આ કાર્યક્રમનું શાબ્‍દિક સ્‍વાગત પ્રવચન શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા દ્વારા કરવામાં આવેલ. ઉપસ્‍થિત મહેમાનોનું ખાદીના રૂમાલ અને પુષ્‍પગુચ્‍છથી સ્‍વાગત જિલ્લા રમત ગમત અધિકારી વિરેન્‍દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત મહાનુભાવો, વિદ્યાર્થીઓ અને રમતવીરો દ્વારા સ્‍વચ્‍છતા અંગેના સામુહિક શપથ લેવામાં આવ્‍યા હતા.

(2:00 PM IST)