તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd September 2025
ઉચ્છંગરાય ઢેબરની જન્મ જયંતિ પ્રસંગે તેઓની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરતા કેબિનેટ મંત્રી-મેયર સહિતના પદાધિકારીઓ-કોર્પોરેટરો

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા તા.૨૧ રવિવારના શ્રી ઉચ્છંગરાય ઢેબરની ૧૨૦-મી જન્મ જયંતિ પ્રસંગે તેઓની ત્રિકોણબાગ ખાતે આવેલ પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી મસ્તક નમન અને પ્રણામ કેબિનેટ મંત્રી, રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, મહાનુભાવો અને કોર્પોરેટરો દ્વારા કરવામાં આવ્યા હતા. ઉચ્છંગરાય નવલશંકર ઢેબર (૧૯૦૫-૧૯૭૭) એ ભારતના એક સ્વતંત્રતા સેનાની હતા. ભારતને સ્વતંત્રતા મળ્યા પછી બનેલા સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી તરીકે ૧૯૪૮ થી ૧૯૫૪ દરમ્યાન પદભાર સંભાળ્યો હતો. આ પુષ્પાંજલી કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, મેયર નયનાબેન પેઢડીયા, દંડક મનીષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, કોર્પોરેટરશ્રીઓ મંજુબેન કુંગશીયા, કંકુબેન ઉઘરેજા, કંચનબેન સિધ્ધપુરા, શિક્ષણ સમિતિ સભ્ય રસિકભાઈ બદ્રકીયા, ઈ.ચા.સહાયક કમિશનર બી.એલ.કાથરોટીયા, સાંસ્કળતિક વિભાગના મેનેજર કૌશિક ઉનાવા, વોર્ડના આસી.એન્જી.નીલેશભાઈ ગજેરા, વોર્ડ ઓફિસર નીલેશભાઈ કાનાણી, સાંસ્કળતિક વિભાગના કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહયા હતા.
(2:01 PM IST)










