<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd September 2025

માડી તારો ગરબો ઘુમતો જાય...અકિલા રઘુવંશી બીટ્‍સમાં ખેલૈયાઓ ઝુમ્‍યા

દરરોજ અવનવી થીમ સાથે સેલ્‍ફીઝોનમાં ફોટા પડાવવા ખેલૈયાઓ માટે વ્‍યવસ્‍થાઃ ડેઈલી પાસનું સ્‍થળ ઉપર વિતરણ

રાજકોટઃ રઘુકુળ યુવા ગ્રુપ દ્વારા લોહાણા સમાજ માટે  ‘અકિલા રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્‍સવ-૨૦૨૫નો સાધુ વાસવાણી રોડ ખાતે પ્રારંભ થયો. સ્‍થળ પરથી પણ ડેઇલી પાસની  વ્‍યવસ્‍થા રાખવામાં આવી છે. પ્રથમ નોરતે ‘‘અકિલા રઘુવંશી બીટસ''માં દાંડીયા રાસમાં હજજારો ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્‍યા. અવનવી થીમ સાથે સેલ્‍ફી ઝોનમાં કોટા પડાવવા ખૈલૈયાઓ માટે સુંદર વ્‍યવસ્‍થા કરાઈ છે,

પ્રથમ નોરતે અત્‍યંત રસાકસીભરી તંદુરસ્‍ત હરીફાઈ બાદ ગ્રુપ-એ માં પ્રિન્‍સ તરીકે રુદ્ર કકકડ, ચંદારાણા, કકકડ ધર્મીલ તથા પ્રિન્‍સેસ તરીકે એન્‍જલ રૂપારેલીયા, પોપટ ફેન્‍સી, રાજદેવ પ્રીન્‍સી વિજેતા બન્‍યા હતાં. તથા વેલડ્રેસ તરીકે પ્રિન્‍સ કાનાબાર નીશીત તથા પ્રિન્‍સેસમાં વીરા ખગ્રામ તથા ગ્રુપ-બી માં પ્રિન્‍સ તરીકે આકાશ કોટેયા, કેવલ દત્તાણી, તુષાર મહેતા તથા પ્રિન્‍સેસ તરીકે પુજારા ચાંદની, રાયચુરા પીનલ, અલ્‍પા ઠાકર વિજેતા બન્‍યા છે તથા વેલડ્રેસમાં સ્‍વયં આડઠક્કર, બામણીયા શીતલ તથા સી-ગ્રુપમાં પ્રિન્‍સ તરીકે ચંદારાણા વિમલ, પ્રશાંત ખીલોસિયા તથા પ્રિન્‍સેસ તરીકે હેમાંગી કારીયા, પૂજા બોરિયા તથા વેલડ્રેસમાં પૂર્વીબેન ભોજાણી વિજેતા બન્‍યા હતાં.

પ્રથમ નોરતે 'જય આધાશકિત' જાણીતા ભિકતપદથી રાસોત્‍સવનાં મંગલાચરણ કરાયા બાદ સમગ્ર ગુજરાતમાં પોતાના સુર, તાલ અને લયથી જાણીતા બનેલા કલાકારો, સીગર જીગ્નેશ સોની, દિપ્તી બાલાસરા, મેહુલ શીશાંગીયા સહીતનાઓ વૈશ્વીક ખ્‍યાતનામ સંગીતકાર એરેન્‍જરના સથવારે લોકગીતો પર ભજન, રાસ પર આધારીત ભક્‍તિપદોને સથવારે ઓરકેસ્‍ટ્રા રીધમ કિર્તી વિમલ તથા મ્‍યુઝીક ઝીલ એન્‍ટરટેઈનમેન્‍ટ તથા મેનેજમેન્‍ટ સુનીલ પટેલ દ્વારા કરવામાં આવ્‍યું છે. રાસોત્‍સવમાં રામદુત સાઉન્‍ડના વિપુલભાઈ પટેલની અત્‍યાધુનીક ડીઝીટલ સાઉન્‍ડ સીસ્‍ટમ રાખવામા આવી છે. તેમજ મોહીતભાઈ ખાખરીયાના પાર્વતી ટ્રસ ની રોશનીથી સમગ્ર ગ્રાઉન્‍ડ ઝળહળી ઉઠ્‍યું તેમજ શ્રી બુટભવાની મંડપના રાકેશભાઈ વ્‍યાસ દ્વારા મંડપ ડેકોરેટ કરવામાં આવશે. સમગ્ર ગ્રાઉન્‍ડમાં ખેલૈયાઓ તથા મહેમાનો માટેની એલ.ઈ.ડી. સ્‍ક્રીન પર લાઇવ પ્રસારણ બતાવવા માટે ઓમ ટેલી લીંકના વિકકીભાઈ મોદી તથા ટીમ તથા સમગ્ર પરીસરને ભવાની સીકયુરીટીના અભિમન્‍યુસિંહ જાડેજા અને તેમના બાઉન્‍સરો સુરક્ષા કવચ પુરું પાડવામાં આવી રહ્યું છે.

ર્ંમાડી તારો ગરબો ઘુમતો જાય...', ‘માં પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે...'મન મોર બની થનગાટ કરે., 'રઘુકૂળ યુવા ગ્રુપ એ દીઠેઠા, હરીઓમ વિઠ્ઠલા..'ના અર્વાચીન ગરબાઓની રમઝટ જામી હતી. વિશાળ ગ્રાઉન્‍ડ મા હજારો ખૈલેયાઓ રમી શકે તેવી વ્‍યવસ્‍થા કરાઈ છે. સજજડ પાકશ્નગ વ્‍યવસ્‍થા કરાઈ છે. રઘુકૂળ યુવા ગ્રુપના કાર્યકરો દેખરેખ રાખી રહયાં છે.

પ્રથમ નોરતે મીનાબેન સચદે, હિતાબેન ઠકરાર, સીમાબેન દાવડા, અંજલીબેન કેસરિયા, શ્વેતાબેન વસાણી, મિતુલભાઈ વસાણી, પુજાબેન ગણાત્રા, જીજ્ઞાબેન પંજવાણી, અંજલીબેન વસાણી સહિતના મહેમાનો ઉપસ્‍થિત રહયાં હતા.

શ્રી રઘુકુળ યુવા ગ્રુપના આયોજકો મિતેશભાઈ રૂપારેલીયા, હિરેનભાઈ નથવાણી, પારસભાઈ ઉનડકટ, નૈનેશભાઈ દાવડા, રઘુરાજ રૂપારેલીયા, જયદેવભાઈ રૂપારેલીયા, વિવેકભાઈ રૂપારેલીયા, સાગરભાઈ કકકડ, હાર્દિકભાઈ ચોલેરા, માલવભાઈ વસાણી, પ્રતિકભાઈ ખખ્‍ખર તથા ઉત્‍સાહી અને સાથી ટીમ જહેમત ઉઠાવી રહી છે.

વિશેષ માહિતી માટે મોઃ ૯૫૭૪૩ ૩૯૩૩૯, મો. ૮૭૫૮૫૮૫૮૪૮, મો. ૯૩ ૨૭૭૦૬૭૦૭ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.

(2:18 PM IST)