<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd September 2025

સરગમ ચિલ્‍ડ્રન ક્‍લબ દ્વારા રાસોત્‍સવમાં પ્રથમ નોરતે ૧૫૦૦ બાળકો ગરબે રમ્‍યાઃ ૧૦૦ ઈનામો અપાયા

 

રાજકોટઃ સરગમ ચિલ્‍ડ્રન ક્‍લબ દ્વારા ડી.એચ કોલેજના મેદાનમાં વન-ડે દાંડિયા રાસોત્‍સવ શરૂ થયો હતો. અને પ્રથમ નોરતે ૧૫૦૦ જેટલા બાળકોએ અવનવી વેશભૂષામાં સજ્જ થઈને ગરબા લીધા હતા. આ રાસોત્‍સવમાં ચાર જુદા જુદા ગ્રુપમાં ૧૦૦ ઈનામો આપવામાં આવ્‍યા હોવાનું સંસ્‍થા જણાવે છે. આ રાસોત્‍સવમાં ચિલ્‍ડ્રન ક્‍લબના સભ્‍યો અવનવી વેશભૂષા ધારણ કરીને આવ્‍યા હતા અને ગીત-સંગીતના તાલે ઝૂમ્‍યા હતા. બાળકોની કલા જોઈને નિર્ણાયકો પણ મૂંઝવણમાં પડી ગયા હતા. ફાઈનલ રાઉન્‍ડનાં અંતે જુદા જુદા ચાર ગ્રુપમાં ૧૦૦ ઈનામો મહેમાનોના હસ્‍તે આપવામાં આવ્‍યા હતા. આ રાસોત્‍સવમાં નિર્ણાયક તરીકે કાશ્‍મીરાબેન નથવાણી, માયાબેન પટેલ, ગીતાબેન હિયાણી, છાયાબેન દવે, કોમલબેન મહેતા, ભાવનાબેન માવાણી, માલાબેન પાઠક અને જયશ્રીબેન વ્‍યાસે સેવા આપી હતી. રાસોત્‍સવ માટે સુંદર બેઠક વ્‍યવસ્‍થા અને જડબેસલાક સિક્‍યુરીટી પણ ગોઠવવામાં આવેલ છે. આ વખતે મન્‍સુર ત્રિવેદી પ્રસ્‍તુત મ્‍યુઝિકલ મેલોડી કલર્સ ઓરકેસ્‍ટ્રા ધૂમ મચાવી રહ્યું છે. મુંબઈના સિંગર હેમંત પંડયા ઉપરાંત પ્રિયા જોષી, ભાવના સોની, હેમાદ્રી ત્રિવેદી અને નિલષ પંડયા (રાજકોટ)એ માતાજીનાં ગરબા રજૂ કરેલ. ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ ખોડીદાસભાઈ પટેલ, જયસુખભાઈ ડાભી, રાજેન્‍દ્રભાઈ શેઠ, કનૈયાલાલ ગજેરા, નીલુબેન મહેતા, અલ્‍કાબેન કામદાર, ડો.અલ્‍કાબેન ધામેલીયા, જસુમતીબેન વસાણી, હેતલબેન થડેશ્વર, વૈશાલીબેન શાહ, હીનાબેન પારેખ તથા બંને જેન્‍ટ્‍સ અને લડીઝ કમિટી મેમ્‍બરો વગેરેએ જહેમત ઉઠાવી રહ્યાનું શ્રી ગુણવંતભાઈ ડેલાવાળા જણાવે છે.(

(2:21 PM IST)