તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd September 2025
ગોપી રાસોત્સવનો ધમાકેદાર પ્રારંભઃ પહેલા નોરતે જ જમાવટઃ મન મુકીને ગોપીઓ ગરબે ઘૂમી
કુમકુમના પગલાં ભર્યા, માડીના હેત ઢળ્યા...જોવા લોકો ટોળે વળ્યા રેઃ પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા અને સાંસદસભ્ય રામભાઈ મોકરીયાએ દીપ પ્રાગટય કરી માતાજીની આરાધના કરી

રાજકોટઃ માત્ર બહેનો માટેના એક માત્ર ગોપી રાસોત્સવનો પ્રથમ નોરતે ધમાકેદાર પ્રારંભ થયો છે. ડી.એચ. કોલેજનાં મેદાનમાં પ્રથમ નોરતે થી જ જમાવટ થઈ ગઈ હતી. નવરાત્રીના પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં લોકો બહેનોને રમતી જોવા માટે ઉમટી પડયા હતા.
આ રાસોત્સવનું ઉદ્ઘાટન પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા અને સાંસદ સભ્ય રામભાઈ મોકરીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જીતુભાઈ ભટ્ટ, સુરેશભાઈ પરમાર, પરેશભાઈ રાવલ (ડી.એચ.કોલેજ પ્રિન્સિપલ), તેજસભાઈ ભટ્ટી, સુધાબેન ભાયા વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.
બીજું નોરતું આજે તા.૨૩ને મંગળવારના ગોપીરાસમાં મુખ્ય મહેમાન તરીકે કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, જગદીશભાઈ ડોબરીયા, ડો.વલ્લભભાઈ કથીરિયા, નરેન્દ્રસિંહભાઈ જાડેજા, નાથાભાઈ કાલરીયા, હિરેનભાઈ કોટક, એમ.જે.સોલંકી, ઈશ્વરભાઈ પટેલ, ગોપાલભાઈ માંકડિયા, જીતુભાઈ બેનાણી, રમેશભાઈ જીવાણી, સરવાનંદભાઈ સોનવાણી, માતંગભાઈ કાનાણી, ઘનશ્યામભાઈ હેરભા, ગોપાલભાઈ સાપરિયા, રામભાઈ બરછા, ડો.સિદ્ધાર્થભાઈ પટેલ, અમિતભાઈ રોકડ, ડો.એમ.વી. વેકરીયા, જયસુખભાઈ ઘોડાસરા, અશ્વિનભાઈ આદ્રોજા, ભાવેશભાઈ લીંબાસીયા, રામજીભાઈ વેકરીયા, હિતેશભાઈ દોશી, દિગવિજયસિંહ જાડેજા, દિલિપભાઈ સોમૈયા, ઘનશ્યામભાઈ પરસાણા, રવિભાઈ રાત્રોજા, અપૂર્વભાઈ મણિયાર, વિજયભાઈ કારીયા, જીમ્મીભાઈ અડવાણી, રસિકભાઈ વડાલીયા, કમલભાઈ ધામી, જગદીશભાઈ બોધરા વગેરે ઉપસ્થિતી રહેશે.
આ રાસોત્સવની સફળતા માટે ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ પટેલ, હરેશભાઈ લાખાણી, રાજેન્દ્રભાઈ શેઠ, કનૈયાલાલ ગજેરા, જયસુખભાઇ ડાભી, ડો.ચંદાબુન શાહ, નીલુબેન મહેતા, અલ્કાબેન કામદાર, ગીતાબેન હિરાણી, જસુમતિબેન વસાણી, જયશ્રીબેન મહેતા, અલ્કાબેન ધામેલિયા જહેમત ઉઠાવી રહ્યાનું સરગમના પ્રમુખ શ્રી ગુણવંતભાઈ ડેલાવાળાએ જણાવ્યું છે.
(2:29 PM IST)










