<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd September 2025

લાપાસરી રોડ પર વાહન અકસ્‍માતમાં જંગલેશ્વરના અરજણભાઇ પરમારનું મોત

વૃધ્‍ધ દિકરીના ઘરેથી ટુવ્‍હીલર લઇને રાજકોટ આવતાં હતાં તે વખતે બનાવઃ વાહનની ઠોકરે ચડયા કે વાહન સ્‍લીપ થયું તેની તપાસ

રાજકોટ તા. ૨૩: વાહન અકસ્‍માતના વધુ એક બનાવમાં એક વૃધ્‍ધનું મૃત્‍યુ થયું છે. રાધાકૃષ્‍ણ સોસાયટીના વૃધ્‍ધને આજીડેમ પોલીસ સ્‍ટેશન હેઠળના લાપાસરી રોડ પર અકસ્‍માત નડતાં ગંભીર ઇજા થતાં મૃત્‍યુ થયું છે.

જાણવા મળ્‍યા મુજબ જંગલેશ્વરની રાધાકૃષ્‍ણ સોસાયટી-૧૬માં રહેતાં અરજણભાઇ પોપટભાઇ પરમાર (ઉ.વ.૭૫) નામના વૃધ્‍ધ ૨૧મીએ બપોરે ટુવ્‍હીલર હંકારીને લાપાસરી તરફથી રાજકોટ આવી રહ્યા હતાં ત્‍યારે લાપાસરી રોડ પર અકસ્‍માતમાં ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. અહિ તેમણે સારવારમાં દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

મૃત્‍યુ પામનાર અરજણભાઇ પરમાર પાંચ બહેનના એકના એક ભાઇ હતાં. સંતાનમાં ત્રણ દિકરી અને બે દિકરા છે. પોતે લાપાસરી તરફ દિકરીને ત્‍યાં ગયા હોઇ ત્‍યાંથી પરત આવતાં હતાં ત્‍યારે બનાવ બન્‍યો હતો. કોઇ વાહનની ઠોકરે ચડયા કે વાહન સ્‍લીપ થતાં બનાવ બન્‍યો? તેની તપાસ થઇ રહી છે. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી

(3:48 PM IST)