<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd September 2025

દ્વિતીયા બે સ્‍વરૂપ, શિવશકિત જાણું મા બ્રહ્મા ગણપતિ ગાઉ, હર ગાઉ હર મા...ઓમ જય...

ભીલવાડા ચોકની જયશ્રી રોકડીયા હનુમાન ગરબી મંડળની બાળાઓ દ્વારા ગરબાની જમાવટ

રાજકોટઃ નવલા નોરતાનો ગઇકાલથી જ  પ્રારંભ થયો છે. પ્રથમ નોરતેથી જ પ્રાચીન ગરબાની જમાવટ જોવા મળી રહી છે. બાળાઓ દ્વારા અભિજીત રાસ પિરસવામાં  આવી રહ્યા છે. ત્‍યારે અહિં શહેરની મધ્‍ય જયશ્રી રોકડીયા હનુમાન ગરબી મંડળ દ્વારા ભીલવાડા ચોક ખાતે છેલ્લા ૪૫ વર્ષથી થતી ગરબીમાં ૬૦ બાળાઓ દ્વારા વિવિધરાસ રજુ કરવામાં આવી રહ્યા છે. ગાયકો પ્રતાપભાઇ રાઠોડ, રમેશભાઇ રાઠોડ, ખ્‍યાતીબેન રાઠોડ સાથે મંજીરામાં ભવ્‍ય સોલંકી, મહાવિરગોભાર પાર્થ વાઘેલા, ઢોલકમાં શૈલેષભાઇ ગોમાર, સાહિલ સોલંકિ અને પેટીમાં મીતભાઇ રાઠોડ, જમાવટ કરી રહ્યા છે. આ ગરબીમાં મોહસા સુરરાસ, સળગતો ગરબો, ઘૂમટા રાસ, તલવાર રાસ ભારે વિખ્‍યાત છે. તસ્‍વીરમાં રાસે રમતી બાળઓ અને આયોજકો નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત  બગથરીયા)

(3:06 PM IST)