<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd September 2025

હે તમે કુમ કુમ પગલીયા પાડો માં આવી નોરતા ની રાત....

રઘુવંશી પરીવાર રાસોત્‍સવમાં સાંજ પડતાની સાથે રઘુવંશી સમાજનો સૂર્યોદય ખીલ્‍યો

રાજકોટઃ રઘુવંશી પરીવાર રાસોત્‍સવમાં પરંપરા અને આધુનિકતાનું અનોખું મિશ્રણ જોવા મળશે. સુપ્રસિધ્‍ધ સિંગર અજય ગઢવી, રૂપાલી જાંબુચા, નિહાલ પિત્રોડા, વિજય બારોટ તથા શુભ ઈવેન્‍ટસના આશિષ કોટેચા તથા કવિતા કોટેચા તથા હાઈ-ટેક સાઉન્‍ડ ગણેશ સાઉન્‍ડ દ્વારા રઘુવંશી સમાજના ખેલૈયાઓને ગરબે રમવા મંત્રમૂગ્‍ધ કરી દિધા હતા.

રઘુવંશી સમાજના ખેલૈયાઓ રાજકોટની હાર્દ સમાન કાલાવડ રોડ ખાતે આવેલ શાાવત પાર્ટી પ્‍લોટમાં ખેલૈયાઓ વિશાળ ગાલીચા જેવા મખમલી ગ્રાઉન્‍ડમાં આરામદાયક અને સુરક્ષિત ગરબા રમવાની તક મળે તથા ખેલૈયાઓની સુરક્ષા માટે સીસીટીવી કેમરાથી બાજ નજર રખાશે તથા હાઈ-સીકયુરીટી ખડેપગે તૈનાત રહેશે આમ રઘુવંશી સમાજની સજજડ સુરક્ષાની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે.

આયોજકોએ જણાવ્‍યું હતુ કે જગત જનની જગદંબાની પૂજાવિધી-આરાધના કરી ગણેશ સ્‍તુતિ કરી માં-અંબાના પ્રથમ નોતરાનો પ્રારંભ થયેલ ત્‍યાર બાદ અર્વાચીન ગરબાની સાથે-સાથે આપણા પ્રાચીન સંસ્‍કારો, પ્રાચીન ગરબાઓ તેમજ નવરાત્રિના સમ્રગ ઉત્‍સવને ધર્મ સાથે જોડી મહાઆરતી જેવા વિવિધ કાર્યક્રમો રાખવામાં આવેલ છે.

આયોજક ટીમે મેદાન પરીસર અને સ્‍ટેજ પર આરામદાયક અને સુરક્ષિત પરીસ્‍થિતિને સુનિશ્વત કરવા મહેનત કરી રહી છે તેમજ તમામ પ્રવેશ દ્રાર ઉપર સુરક્ષા કર્મચારી રાખવામાં આવેલ છે જેથી ખેલૈયાઓને એક નિર્ભય અને સુરક્ષિત માહોલ મળે તેવી અનેક સુવિધા કરવામાં આવેલ છે.

ગોપાલભાઈ અનડકટ, પ્રિયંકભાઈ કારીયા, બિપીનભાઇ બુધ્‍ધદેવ, કંર્દપભાઈ વિઠલાણી, તેમજ સમાજના અગ્રણીઓએ હાજરી આપી રાસોત્‍સવના આયોજકની સમ્રગ ટીમને બિરદાવી હતી

રઘુવંશી પરીવાર રસોત્‍સવમાં ગઈ કાલે પ્રિન્‍સ-પ્રિન્‍સેસ ને ત્રણ-ત્રણ વિજેતા જાહેર કરેલ તેમજ કિડ્‍સમાં પ્રિન્‍સ-પ્રિન્‍સેસ ને ત્રણ-ત્રણ વિજેતા જાહેર કરેલ તથા વેલડ્રેસમાં વિજેતા જાહેર કરી લાખેલા ઇનામો વિતરણ કરેલ હતા તેમજ ખેલૈયાનો ઉત્‍સાહ વધારે હતો.

આયોજનને સફળ બનાવવા પરેશભાઈ વિઠલાણી, હસુભાઈ ભગદેવ, પ્રતાપભાઈ કોટક, તથા સમ્રગ ટીમ જહેમત ઉઠાવી રહી છે. વિશેષ માહિતી માટે મો. ૯૮૨૪૪ ૦૦૩૦ ઉપર સંર્પક કરવા યાદીમાં જણાવ્‍યું છે

(3:20 PM IST)