<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd September 2025

ઘંટેશ્વર ૨૫ વારીયામાં ૪૦ વર્ષના જીતુભાઇનું હાર્ટએટેકથી મૃત્‍યુ

લાભદીપ સોસાયટીના કોમલબેનનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૨૩: હાર્ટએટેકથી વધુ એક મૃત્‍યુ થયું છે. જામનગર રોડ પર ઘંટેશ્વર ૨૫ વારીયામાં રહેતાં જીતુભાઇ શુકતાભાઇ (ઉ.વ.૪૦) નામના યુવાન સુતા બાદ નહિ જાગતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. તેને સંતાનમાં ચાર દિકરી અને એક દિકરો છે. તે ચાર ભાઇમાં નાના હતાં અને છુટક મજૂરી કરતાં હતાં. હાર્ટએટેક આવી ગયાનું જણાવાયુ હતું. ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી હતી.

બીજા બનાવમાં ગાંધીગ્રામ લાભદીપ સોસાયટી-૫માં રહેતાં કોમલબેન સુરેશભાઇ સગર કઉ.વ.૨૭) બિમારીથી બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. તેણી બે ભાઇ અને એક બહેનમાં બીજા હતાં. નાનપણથી તેણીને બિમારી હતી. ગાંધીગ્રામ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. 

(3:31 PM IST)