તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd September 2025
રાજકોટ મ્યુ. કોર્પોરેશનની ચુંટણી લડવા ઇચ્છુકોને નાગરિક સમિતિ મંચ પુરો પાડશે
એકજુથ થઇને બદલાવ લવાશે : લાબડીયા-આચાર્ય-મોરી

રાજકોટ તા. ૨૩ : મ્યુ. કોર્પોરેશનની ચુંટણીના પડઘમ નજીકના ભવિષ્યમાં વાગવા જઇ રહ્યા છે. ત્યારે નાગરિક સમિતિ મંચના બેનર હેઠળ ઉમેદવારી કરવા ઇચ્છુકોને ખુલ્લુ આહવાન કરાયુ છે. શહેરના સમજદાર, પ્રમાણિક વ્યક્તિઓ અપક્ષ ચુંટણી લડી બદલાવ લાવવા માંગે છે. પરંતુ તેઓને ચોકકસ પ્લેટફોર્મ મળતુ નથી. વ્યક્તિગત અપક્ષ લડવામાં તેઓ અન્ય પક્ષો સામે ટુંકા પડતા હોય તેવું અનુભવે છે. ત્યારે આ સમસ્યાના ઉકેલરૂપે અપક્ષ ચુંટણી લડવા માંગતા ઉમેદવારોને એક મંચ પર લાવવા નાગરિક સમિતિએ એક પ્રયાસ આદર્યો છે. નાગરિક સમિતિના નેજા હેઠળ એક જુથ થઇને સંગઠીત થઇને ચુંટણી લડવા આહવાન કરાયુ છે. આગામી રાજકોટ મ્યુ. કોર્પોરેશનની ચુંટણી લડવા માંગતા રાજકોટ શહેરના અપક્ષ ઉમેદવારોએ આ બાબતે એડવોકેટ હિંમતભાઇ લાબડીયા (મો.૯૯૭૮૮ ૧૮૫૯૨), ભાવેશ આચાર્ય (મો.૯૪૨૭૨ ૧૪૭૭૨), પ્રકાશ મોરી (મો.૭૩૫૯૩ ૩૧૫૭૯)નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયુ છે.
(3:48 PM IST)










