<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd September 2025

કોઠારીયામાં રફિકભાઇનો બિમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત

બેટીમાં પિતાએ હમણા કાર લેવાની ના પાડતાં ૨૦ વર્ષના મિલનની આત્‍મહત્‍યા

રાજકોટ તા. ૨૩: કોઠારીયા ગામમાં પાણીના ટાંકા સામે શેરી નં. ૨૨માં રહેતાં     રફીકભાઇ અલારખાભાઇ ગોરી (ઉ.વ.૪૭) નામના આધેડે ઘરે ગળાફાંસો ખાઇ લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર રફીકભાઇ એક બહેનથી નાના હતાં. સંતાનમાં બે દિકરી અને એક દિકરો છે. ડાયાબીટીસની બીમારીથી કંટાળીને પગલુ ભર્યુ હતું. તેઓ કારખાનામાં મજૂરી કરતાં હતાં.

બીજાબ નાવમાં કુવાડવાના બેટી ગામે રહેતાં મિલન પરષોત્તમભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૦) નામના યુાવને ગત ૧૮/૯ના રોજ ગામમાં રામાપીરના મંદિર પાસે ઝેર પી લેતાં કુવાડવા હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. અહિ સારવાર દરમિયાન આજે દમ તોડી દેતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. તે બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો અને ખેતી કામ કરી પરિવારને મદદરૂપ થતો હતો. મિલનને કાર લેવી હતી. પણ પિતાએ હાલમાં નહિ પછી લઇશું તેમ કહેતાં માઠુ લાગતાં આ પગલુ ભર્યાનું જણાવાયું હતું.

 

(3:53 PM IST)