તા. ૫ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૫ બુધવાર
News of Tuesday, 23rd September 2025
ઝોનલ નાયબ મ્યુનિ. કમિશનર ઝોન ખાતે જ વધુ સમય ફાળવે, ઝોન ખાતે જ નાગરિકોને સાંભળે,
ફેરણી કરી શકે તેમજ યોગ્ય મોનિટરીંગ કરી શકે તે માટે નાયબ મ્યુનિ. કમિશનર (હેડ ક્વાર્ટર)ની જગ્યા કાર્યરત કરતા મ્યુનિ. કમિશનર તુષાર સુમેરા

રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ સેવાઓ શહેરીજનોને પોતાના નિવાસ સ્થાનથી નજીકના સ્થળે મળી રહે તે હેતુથી મહાનગરપાલિકાની કામગીરી ઝોનવાઈઝ કાર્યરત કરવામાં આવેલ છે, હાલ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમા કુલ-૦૩ ઝોન કાર્યરત છે અને ઝોનવાઇઝ નાયબ મ્યુનિસિપલ કમિશનર ફાળવેલ છે.
રાજકોટ મહાનગરપાલિકાના ઝોનવાઇઝ નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા ઝોનની વહીવટી/ટેકનિકલ અને ફીલ્ડની કામગીરી હાલ કરવામાં આવે છે. હાલ શહેરની જરૂરીયાત મુજબ ઝોનલ નાયબ મ્યુનિસિપલ કમિશનર ઝોન ખાતે જ વધુ સમય ફાળવે, ઝોન ખાતે જ નાગરિકોને સાંભળે, ફેરણી કરી શકે તેમજ યોગ્ય મોનિટરીંગ કરી શકે જેથી વહીવટી સુગમતા માટે નાયબ મ્યુનિસિપલ કમિશનર (હેડ ક્વાર્ટર)ની જગ્યા કાર્યરત કરવાનો આથી હુકમ કરવામાં આવે છે તેમજ ચારેય નાયબ મ્યુનિસિપલ કમિશનરઓને નીચે મુજબ શાખાઓની ફાળવણી કરવાનો મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ હુકમ કરેલ છે. હાલ નાયબ મ્યુનિસિપલ કમિશનર તરીકે ઈસ્ટ ઝોનમાં મહેશ જાની (IAS), વેસ્ટ ઝોનમાં ચેતન નંદાણી, સેન્ટ્રલ ઝોનમાં હર્ષદ પટેલ ફરજ બજાવી રહ્યા છે. જયારે આજે તા.૨૩-૦૯-૨૦૨૫ના રોજ મ્યુનિસિપલ કમિશનરએ નાયબ મ્યુનિસિપલ કમિશનર (હેડ ક્વાર્ટર) તરીકેની જવાબદારી સમીર ધડુકને સુપરત કરવા હુકમ કરેલ છે.
નાયબ મ્યુનિસિપલ કમિશનર
(હેડ ક્વાર્ટર) ઝોનલ
નાયબ મ્યુનિસિપલ કમિશનર
(સેન્ટ્રલ ઝોન) ઝોનલ
નાયબ મ્યુનિસિપલ કમિશનર
(ઇસ્ટ ઝોન) ઝોનલ
નાયબ મ્યુનિસિપલ કમિશનર (વેસ્ટ ઝોન)
• હિસાબી શાખા
• કોમ્પ્યુટર વિભાગ
• લીગલ તથા આર.ટી.આઇ. શાખા
• પુસ્તકાલય વિભાગ
• પ્રોજેક્ટ શાખા
• સામાન્ય વહીવટ વિભાગ-આયોજન સેલ, પ્રોટોકોલ
• ફરીયાદ નિવારણના નોડલ ઓફીસર
• ઇ-સરકાર પોર્ટલ
• શાળા બોર્ડ અને હાઇસ્કુલ વિભાગ
• સાંસ્કૃતિક વિકાસ વિભાગ
• સ્નાનાગાર વિભાગ, રેસકોર્સ સંકુલ અને પ્લેનેટોરીયમ
• રાજકોટ સ્પોર્ટસ પ્રમોશન ફાઉન્ડેશન
• આવાસ યોજના (વહીવટી અને ટેકનિકલ)
• સેન્ટ્રલ સ્ટોર વિભાગ(સ્ટેશનરી)
• ચુંટણી તથા વસ્તી ગણતરી વિભાગ
• સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, WoW Cell (SWM)
• એસ્ટેટ શાખા, મહાત્મા ગાંધી મ્યુઝીયમ, માર્કેટ શાખા
• દબાણ હટાવ વિભાગ
• સેન્ટ્રલ ઝોનના તાંત્રિકી વિભાગ (બાંધકામ, વો.વ., ડ્રેનેજ), • સેન્ટ્રલ વર્કશોપ
• પ્રાણી સંગ્રહાલય શાખા
• મહેકમ શાખા
• સુરક્ષા વિભાગ
• વિજીલન્સ શાખા
• વિજીલન્સ(ટેક.) શાખા
• ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિઝ
• ડીઝાસ્ટર મેનેજમેન્ટના નોડલ ઓફીસર
• આજી રીવર ફ્રન્ટ ડેવ.
• વોટર મેનેજમેન્ટ યુનિટ
(વોટર વર્કસ પ્રોજેક્ટ તેમજ ડ્રેનેજ પ્રોજેક્ટ),
• સેન્ટ્રલ સ્ટોર (એન્જી.)
• JnNURM સેલ, AMRUT, SJMMSVY
• ટ્રાફિક, ટ્રાન્સપોર્ટ અને પાર્કિંગ મેનેજમેન્ટ
• રાજકોટ રાજપથ લી.(RRL-SPV)
• ઈસ્ટ ઝોનના તાંત્રિકી વિભાગ (બાંધકામ, વો.વ., ડ્રેનેજ), • એ.એન.સી.ડી.
• બગીચા શાખા
• રોશની શાખા
• આરોગ્ય શાખા
• આઇ.સી.ડી.એસ.
• શોપ એન્ડ એસ્ટા
• વેરા વસુલાત શાખા, વ્યવસાય વેરો તથા અન્ય કર સેલ,
• મધ્યાહન ભોજન યોજના વિભાગ,
• સ્માર્ટ સીટી (RSCDL), ICCC
• વેસ્ટ ઝોનના તાંત્રિકી વિભાગ (બાંધકામ, વો.વ., ડ્રેનેજ),
નાયબ મ્યુનિસિપલ કમિશનર(હેડ ક્વાર્ટર) તથા ઝોનલ નાયબ મ્યુનિસિપલ કમિશનરે કરવાની થતી કામગીરી:
• નાયબ મ્યુનિસિપલ કમિશનર(હેડ ક્વાર્ટર):-
- ફાળવેલ શાખાઓનુ સમયાંતરે રીવ્યુ, ઓવરઓલ સુપરવિઝન, મોનિટરીંગ કરવાનું રહેશે.
- ફાળવેલ શાખાઓની નિર્ણય અર્થેની ફાઇલો તેમજ સ્થાયિ સમિતિ, સામાન્ય સભા અને અન્ય સમિતિમા રજુ કરવાની થતી દરખાસ્તો અમો સમક્ષ રજુ કરવાની રહેશે.
- સરકાર દ્વારા માંગવામાં આવતી લોકાર્પણ/ખાતમુહૂર્તની વિગતો નિયત નમુના મુજબ અલગ-અલગ પત્રકમાં તૈયાર કરાવી, જે-તે શાખા/વિભાગ પાસેથી ખરાઇ કરાવી અમો સમક્ષ રજૂ કરવાની રહેશે.
- સરકારશ્રી તરફથી આવતી તમામ સુચનાઓ તેમજ માહિતીનું સંકલન, સુપરવિઝન તેમજ રિપોર્ટીગ, સંસદસભ્ય/ધારાસભ્ય/પદાધિકારીઓ/નગર સેવકોના પ્રશ્નોનું સંકલન
- નાયબ મ્યુનિસિપલ કમિશનર(હેડ ક્વાર્ટર)ની બેઠક વ્યવસ્થા સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે રહેશે.
• ઝોનલ નાયબ મ્યુનિસિપલ કમિશનર
- ફાળવેલ શાખાઓનુ સમયાંતરે રીવ્યુ, ઓવરઓલ સુપરવિઝન, મોનિટરીંગ કરવાનું રહેશે.
- ફાળવેલ શાખાઓની નિર્ણય અર્થેની ફાઇલો તેમજ સ્થાયિ સમિતિ, સામાન્ય સભા અને અન્ય સમિતિમા રજુ કરવાની થતી દરખાસ્તો અમો સમક્ષ રજુ કરવાની રહેશે
- ઝોનની બાંધકામ, વોટર વર્ક્સ, ડ્રેનેજ, સેનિટેશન, આરોગ્ય, દબાણ હટાવ, ટેક્સ તેમજ વોર્ડ ઓફીસરની તમામ કામગીરીનો રીવ્યુ અને સુપરવિઝન કરવાનું રહેશે. આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાની તમામ સેવાઓ માટે ઝોનલ કક્ષાએ કરવાની થતી કામગીરી તથા તેનો રીવ્યુ અને સુપરવિઝન કરવાનું રહેશે. (ટેકનિકલ કામોની ફાઇલો સીટી એન્જીનીયરએ ઝોનલ નાયબ કમિશનર મારફત અમો સમક્ષ રજુ કરવાની રહેશે.)
- મહાનગરપાલિકાની તમામ ઝોનલ કચેરીઓ(તાંત્રિક અને વહીવટી), મિલકતો જેમ કે, સ્નાનાગાર, બગીચા, ફાયર સ્ટેશન, આંગણવાડી, દવાખાના, પે એન્ડ યુઝ ટોઇલેટ, પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓ વિગેરેના નિરીક્ષણ તેમજ રોજબરોજની વહીવટી બાબતો, ફરિયાદો વિગેરેનો નિકાલ સંબંધિત ઝોનલ નાયબ કમિશનરએ કરવાનો રહેશે
(7:46 PM IST)










