<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

સાયબર ક્રાઈમ ફ્રોડ,ડ્રગ્‍સ સામે જાગળતિ.. નવરાત્રી ગરબામાં અનોખો પ્રયોગ

કેશોદ એસપી બિપીનચંદ્ર ઠક્કર જુનાગઢ રેન્‍જ વડા નીલેશ જાજડીયાના માર્ગદર્શનમાં નવો રાહ ચીંધી રહ્યા છે.

રાજકોટ તા.૨૪: નવરાત્રિના તહેવારોમાં યુવા પેઢી વિવિધ સ્‍થળે કે નિર્ધારિત ગરબાઓમાં ગરબા રમવા જાય છે, પ્રાચીન ગરબાઓની પરંપરા પણ નાની મોટી ગરબીઓમાં મોટી સંખ્‍યામાં બહેનો, સિનિયર સીટીઝનો ઉમટી પડે છે. આવા પવિત્ર અને પાવન તહેવારો સાથે લોકોમાં વધતા જતા સાયબર ફ્રોડ સામે જાગળતિ લાવવામાં મદદરૂપ બને તેવા ઓડિયો , વિડિઓ મેસેજ વધુને વધુ પ્રમાણમાં લોકો સુધી પહોંચે તે પ્રકારનું  અદભુત આયોજન કેશોદ વિસ્‍તારમાં કરવામાં આવ્‍યું છે.    

આ આયોજનને સફળતા અપાવવા માટે કેશોદના એસપી બિપીનચંદ્ર ઠક્કર દ્વારા નવરાત્રી પ્રસંગોમાં સાયબર ફ્રોડ સાથે લોકોને કોઈ ફોન દ્વારા કોઈ નાણાકીય બાબતે વિગત માંગવામાં આવે, લિંક અથવા પિન અંગે પૂછપરછ થાય તો માહિતી ન આપવી, ડિજિટલ એરેસ્‍ટ વિગેરે મેસેજ સમયે કે વિડિઓ મેસેજ આવે ત્‍યારે ન ગુભરાયા વગર પોલીસને જાણ કયા નંબર ઉપર કરવી તેની માહિતી ફોન નંબર સહિત પૂરી પાડવામાં આવે છે,

આ સા થે ડ્રગ્‍સ સામે પણ જાગળતિ રાખવા સરળ રીતે સમજાવવામાં આવે છે, આ પ્રયોગ ખૂબ સફળ રહ્યાનું કેશોદ એસપી બિપીનચંદ્ર ઠક્કરે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્‍યું છે.

(1:56 PM IST)