તા. ૧૦ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૯, રવિવાર
News of Wednesday, 24th September 2025
દેશી દારૂના પાંચ ગુનામાં સામેલ લાલજી ગોવાણી પાસામાં ધકેલાયો
પીસીબીના ઇન્ચાર્જ પી.આઇ. એમ. આર.ગોંડલીયા અને એમ.જે.હુણ તથા સ્ટાફે વોરંટથી બજવણી કરી અમદાવાદ જેલ હવાલે કર્યો

રાજકોટ તા.૨૪: શહેરના અલગ-અલગ વિસ્તારમાં દેશીદારૂના અનેક ગુનામાં સામેલ માલીયાસણના શખ્સને પાસામાં ધકેલી દીધો છે.
મળતી વિગત મુજબ શહેરના અલગ-અલગ વિસ્તારમાં દેશીદારૂના ગુનામાં સામેલ લાલજી પાંચાભાઇ ગોવાણીને પાસામાં ધકેલવા માટે પીસીબી શાખાના ઇન્ચાર્જ પી.આઇ.એમ.આર.ગોંડલીયા તથા પી.આઇ. એમ.જે. હુણ દરખાસ્ત કરતા પોલીસ કમિશનર શ્રી બ્રજેશ ઝા એ વોરંટ ઇશ્યુ કરતા પીસીબીના પી.એસ.આઇ. પી.બી.ત્રાજીયા, રાજુભાઇ દહેકવાલ તથા ઇન્દ્રજીતસિંહ સીસોદીયા સહિતે માલીયાસણગામના લાલજી પાંચાભાઇ ગોવાણી(ઉ.વ.૩૩)ની પાસા હેઠળ અટકાયત કરી વોરંટની બજવણી કરી અમદાવાદ જેલ હવાલે કર્યો હતો.
(2:00 PM IST)










