<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

પ્રેમલગ્ન કરવામાં સફળતા ન મળતાં અમિતનો ગળાફાંસો ખાઇ આપઘાત

માંડાડુંગર પાસેની સોસાયટીમાં બનાવઃ માતાએ દરવાજો ખખડાવવા છતાં દિકરો ખોલતો ન હોઇ તોડીને જોતાં લટકતો મળ્‍યોઃ મુળ બિહારના પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૨૪: આજીડેમ ચોકડીથી આગળ માંડાડુંગર નજીક આવેલી એ.જી. સોસાયટીમાં રહેતાં અઢાર વર્ષના યુવાને પંખામાં ગમછો બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. આ યુવાન કોઇ યુવતિના પ્રેમમાં હતો અને બંને લગ્ન કરવાના હતા. પરંતુ તેમાં સફળતા ન મળતાં નાસીપાસ થઇ પગલુ ભરી લીધાનું ખુલ્‍યું હતું.

જાણવા મળ્‍યા મુજબ માંડાડુંગર પાસે એ. જી. સોસાયટીમાં રહેતો અમિત રાજેન્‍દ્રભાઇ ગુપ્‍તા (ઉ.વ.૨૦) સાંજે રૂમમાં ગયા માતા રેણુબેને ઘણીવાર દરવાજો ખખડાવવા છતાં તે ખોલતો ન હોઇ પડોશીઓને બોલાવી દરવાજો તોડાવતાં દિકરો અમિત લટકતો મળતાં કલ્‍પાંત સર્જાયો હતો. તેને બેભાન હાલતમાં નીચે ઉતારી સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયો હતો. પરંતુ અહિ સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

આપઘાત કરનાર અમિત ત્રણ ભાઇમાં નાનો અને કુંવારો હતો. તે કારખાનામાં કામ કરતો હતો. મુળ બિહારનો આ પરિવાર વર્ષોથી રાજકોટ રહે છે. મૃતકના ભાઇએ જણાવ્‍યું હતું કે મૃતક અમિતને એક યુવતિ કે જે રાજકોટની છે તેની સાથે બે વર્ષથી પ્રેમ હતો. બંને લગ્ન કરવા ઇચ્‍છતા હતાં.

આ માટે બંનેના પરિવારજનો પણ વાત કરવા તૈયાર થયા હતાં. પરંતુ બાદમાં કોઇપણ કારણોસર આ લગ્ન થઇ શકશે નહિ તેવું અમિતને લાગતાં તેણે આ પગલુ ભરી લીધાની શક્‍યતા છે. અંતિમવિધી બાદ પોલીસ વધુ તપાસ કરશે. યુવાન દિકરાના મોતથી પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

(2:09 PM IST)