<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડમાં, રઢીયાળી રાતનો રંગ જોજે જાયના એ...

મહાદેવવાડી મેઈન રોડ પર શ્રી ચાંમુડા માતાજી મંદિરે ૧૨૦ બાળાઓ દ્વારા રાસની રમઝટઃ ૩૫ વર્ષથી થતું આયોજન

રાજકોટઃ આજે ત્રીજુ નોરતું છે. શહેરમાં ચોકે-ચોકે આયોજીત ગરબી મંડળમાં દીકરીઓ દ્વારા રાસ ગરબાની  રમઝટ બોલાવવામાં આવી રહી છે. બાળાઓના રાસ નિહાળવા ભાઈ-બહેનોની ભીડ જોવા મળે છે. અહિંના મહાદેવવાડી મેઈન રોડ ઉપર આવેલ શ્રી ચામુંડા માતાજીના મંદિરે છેલ્લા ૩૫ વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે. ૧૨૦ બાળાઓ દ્વારા ટેપ ઉપર વવિધ રાસ રજૂ કરવામાં આવે છે. આ ગરબીમાં અઘોરનગારાના રાસ ખૂબ જ વિખ્‍યાત વે. આયોજનમાં હિરેન શાહ, કિશોરભાઈ ધામેલીયા, ભીખાભાઈ તંતી, રાહુલ ચૌહાણ જોડાયા છે. (તસ્‍વીરઃઅભિજીત બગથરીયા) 

(2:25 PM IST)