<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

શાકભાજી લેવા જવાનું કહી ઘરેથી નીકળ્‍યા બાદ તુલસી ખત્રી લાપતા

બે મહિના પહેલા લગ્ન થયા બાદ રાજકોટમાં પતિ સાથે રહેતી'તીઃ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટઃ તા.ર૪, કાલાવડ રોડ પર વગડ ચોકડી પાસે બાંધકામની સાઇટમાં પરિવાર સાથે રહેતી નેપાળી પરિણીતા શાકભાજી લેવા જવાનું કહી ઘરેથી નીકળ્‍યા બાદ લાપતા થતા તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવી છે.

મળતી વિગત મુજબ કાલાવડ રોડ પર વગડ ચોકડી પાસે બાલાજી એપાર્ટમેન્‍ટ પાસે બાંધકામની સાઇડમાં પતિ સહિતના પરિવાર સાથે રહેતી તુલસી ભીમબહાદુર ખત્રી (ઉ.વ. ૩૬) પોતાના ઘરેથી શાકભાજી લેવા જવાનું કહી ઘરેથી નીકળ્‍યા બાદ પરત ન આવતા તેના પતિ સહિતના પરિવારજનોએ તેની શોધખોળ હાથધરી હતી. પરંતુ તેનો કોઇ પતો ન લાગતા તેના પતિએ તાલુકા પોલીસમાં જાણ કરતાં હેડ કોન્‍સ. યશપાલસિંહ સહિતના સ્‍ટાફે તપાસ હાથ ધરી છે. તુલસીના બે મહિના પહેલા લગ્ન થયા હતા, જો કોઇને આ પરિણીતા જોવા મળે તો તાલુકા પોલીસ સ્‍ટેશન ૬૩૫૯૬ ૨૭૪૧૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.  

(2:52 PM IST)