<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

નરેન્‍દ્રભાઇના ‘સ્‍વદેશી અભિયાન'ના આહવાનને સોએ અનુસરવુ જોઇએઃ રામભાઇ મોકરીયા

રાજકોટઃ ગુજરાતના ગૌરવ અને રાજકીય ચાણકય ગણાતા ભારતના મક્કમ ગળહપ્રધાનની તાજેતરની રાજકોટની મુલાકાંત વેળાએ તેઓએ સર્કીટ હાઉસ ખાતે ભારતીય જનતાપાર્ટીના કાર્યકારો સાથે ‘‘ચાય પે ચર્ચા'' કાર્યક્રમ રાખેલ હતો. જેમાં જુના સંસ્‍મરણો વાગોળીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમા અનેરો ઉત્‍સાહ ઉભો કરેલ હતો. તેઓએ આ પ્રસંગે જણાવેલ હતું કે, હાલના વૈશ્વિક કપરા સમયમાં વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ‘સ્‍વદેશી અભિયાન' નાં આહ્વાન ને અનુસરવું જોઈએ ગૃહમંત્રી અમિતભાઇ શાહે જણાવેલ હતું કે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓએ, તેનો સૌ પ્રથમ અમલ કરવો જોઈએ. ત્‍યારબાદ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી  દ્વારા તાજેતરમાં GST દરમાં કરાયેલ ઘટાડાથી લોકોને મોંઘવારીમાં થયેલ રાહત અંગેની લોકોમાં અવેરનેશ લાવવા અર્થે રાજકોટ શહેરની બજારોમાં જનજાગળતિ અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટીનાં ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળા, ધારાસભ્‍ય દર્શીતાબેન શાહ, પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર,  શહેર ભાજપનાં મહામંત્રીઓ અશ્વિન મોલિયા, પ્રવક્‍તા રાજુભાઈ ધ્રુવ વિગેરે અનેક કાર્યકર્તાઓ સાથે લોકસંપર્ક દરમ્‍યાન રાજકોટના હાર્દસમા યાજ્ઞિક રોડથી એસ્‍ટ્રોન ચોક તરફ નાં રોડ પરના વેપારીઓને મળતા, વેપારીઓએ સાંસદ સહીત તમામ આગેવાનોને ઉસ્‍માભેર આવકારી, તેઓનું ફૂલહારથી સ્‍વાગત કરેલ હતું. આ તકે રાજ્‍યસભાના સભ્‍ય રામભાઈ મોકરીયાએ સ્‍વદેશ અભિયાનનો ત્‍વરિત અમલ કરવાના ભાગ રૂપે પોતે પહેરેલ વિદેશની બનાવટની “ROLEX” કંપની ની ઘડિયાળ ઉતારીને ભારતીય કંપનીનાં ઘડિયાળ ‘‘ટાઈટન''નાં શો રૂમમાંથી ભારતીય બનાવટની ઘડિયાળ ખરીદીને કાંડે બાંધેલ હતી. આમ રાજ્‍યસભાના સભ્‍ય રામભાઈ મોકરીયાની દેશ ભક્‍તિ અને ત્‍વરિત નિર્ણયથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, વેપારીઓ તથા હાજર જનતા પ્રભાવિત થયેલ હતી.

(3:03 PM IST)