<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

મને માવતર મળે તો જોગી જલારામ જેવા મળજો......

સંપૂર્ણ પારીવારીક માહોલમાં જમાવટ લેતો રઘુવંશી પરીવાર રસોત્‍સવમાં: સિંગર અજય ગઢવી, રૂપાલી જાંબુચા, નિહાલ પિત્રોડા, વિજય બારોટના સુરથી ખેલૈયાઓ થનગનાટ કરવા મજબુર

રાજકોટઃ નવરાત્રિના બીજા નોરતે રઘુવંશી પરીવાર રાસોત્‍સવમાં સાંજ પડતા રંગબેરંગી લાઇટો હાઇ-ટેક સાઉન્‍ડ સીસ્‍ટમ તથા આકર્ષક પ્રવેશ દ્વાર અને સેલ્‍ફીઝોન થી સમ્રગ વિસ્‍તારમાં ઝળહળતી દીપાવલી જેવો માહોલ બની ગયો હતો.

રાસોત્‍સવના આરંભમાં માં-અંબાની આરતી કરી સમ્રગ પરીસર ભકિત અને ઉત્‍સાહથી ગુંજી ઉઠ્‍યું જેથી સમ્રગ વિસ્‍તારમાં પાવન તેજ પ્રસરી ગયું તેમજ ખ્‍યાતનામ એવા શુભ ઈવેન્‍ટસના આશિષ કોટેચા તથા કવિતા કોટેચા તથા હાઈ-ટેક સાઉન્‍ડ ગણેશ સાઉન્‍ડએ રઘુવંશી સમાજના ખેલૈયાઓને ગરબાની રમઝટ કરવા મનમોહી લીધા હતા.

તેમજ રઘુવંશી સમાજના ખેલૈયાઓ શહેરની હાર્દ સમાન કાલાવડ રોડ ખાતે આવેલ શાવત પાર્ટી પ્‍લોટમાં ખેલૈયાઓ વિશાળ ગ્રાઉન્‍ડમાં આરામદાયક અને સુરક્ષિત ગરબા રમ્‍યા હાઈ-સીકયુરીટી ખડેપગે તૈનાત આમ રઘુવંશી સમાજની સજજડ સુરક્ષા કરવામાં આવેલ છે..

આયોજકોએ જણાવ્‍યું હતુ કે સંગીતાના તાલ સાથે રંગબેરંગી કિરણો આકાશમાં ગુંથાતી હતી ખેલૈયાઓમાં જાણે રાત્રે તારો તુટીને જમીન પર વરસી રહયા હોય તેવો ભાસ થઈ રહ્યો હતો ત્‍યાર બાદ અર્વાચીન ગરબાની સાથે-સાથે આપણા પ્રાચીન સંસ્‍કારો, પ્રાચીન ગરબાઓ તેમજ નવરાત્રિના સમ્રગ ઉત્‍સવને ધર્મ સાથે જોડી મહાઆરતી જેવા વિવિધ કાર્યક્રમો રાખવામાં આવેલ

 અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ તથા ડો.નીતીનભાઈ લાલ, નીતીનભાઈ રાયચુરા, કાશ્‍મીરાબેન નથવાણી, બકુલભાઇ નથવાણી, મનુભાઈ જોબનપુત્રા, શૈલેષભાઈ ગણાત્રા, રમેશભાઈ કારીયા, નિરલભાઈ રૂપારેલીયા, સતિષભાઈ શીંગાળા, બ્રિજેશભાઈ પડીયા ઉપસ્‍થિત રહેલ.

અકિલા રઘુવંશી પરીવાર રસોત્‍સવના બીજા નોરતે ફર્સ્‍ટ પ્રિન્‍સેસ ક્રિષ્‍ના રાજા, સેકેન્‍ડ પ્રિન્‍સેસ સેફાલી ચંદીભમર, થર્ડ પ્રિન્‍સેસ શ્રેયા કારીયા તેમજ ફર્સ્‍ટ પ્રિન્‍સ હર્ષ પુજારા, સેકેન્‍ડ પ્રિન્‍સ સાહીલ લાખાણી, થર્ડ પ્રિન્‍સ દીપ રાજા તેમજ કિડસમાં ફર્સ્‍ટ પ્રિન્‍સેસ કાવ્‍યા કાનાબાર, સેકેન્‍ડ પ્રિન્‍સેસ ઝલક રાજપોપટ, થર્ડ પ્રિન્‍સેસ તુલસી સેજપાલ, તથા કિડસમાં ફર્સ્‍ટ પ્રિન્‍સ સ્‍નેહીલ ખેઠેરીયા, સેકેન્‍ડ પ્રિન્‍સ રીશીત કાનાણી, થર્ડ પ્રિન્‍સ શ્‍લોક ઠકરાર વિજેતા જાહેર કરેલ તેમજ વેલડ્રેસમાં યુગ વિઠલાણી, ધ્‍યાની શીંગાળા,ચીરાગ કોટક, હેતવી ગણાત્રા ને વિજેતા જાહેર કરી લાખેલા ઇનામો વિતરણ કરેલ હતા.

આયોજનને સફળ બનાવવા આયોજકની ટીમ પરેશભાઈ વિઠ્ઠલાણી, હસુભાઈ ભગદેવ, પ્રતાપભાઈ કોટક, તથા સમ્રગ ટીમ જહેમત ઉઠાવી રહી છે. આમ વિશેષ માહિત માટે મો. ૯૮૨૪૪ ૦૦૩૦ ઉપર સંર્પક કરવા યાદીમાં જણાવ્‍યું છે.

(3:03 PM IST)