તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th September 2025
અર્વાચીનનાં વાયરા વચ્ચે ગોંડલમાં રાજવીકાળથી આર્યશેરીની ગરબી અડીખમઃભુવનેヘરીની ગરબી પણ રાજવી પરીવારે શરૂ કરાવી હતી

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૨૪: પવિત્ર અને પાવન નવરાત્રી ચાલી રહીછે.અને અર્વાચીન રાસ નાં ભભકેદાર આયોજન ઠેરઠેર થઇ રહ્યા છે.ત્યારે ગોંડલ માં સાઇઠ વર્ષ થી વધુ સમય પહેલા ની કેટલીક ઙ્કાચીન ગરબીઓ માઁ આધ્યાશક્તિ ની પરંપરાગત આરાધના ની પરંપરા નિભાવી રહીછે. ગોંડલ માં આર્યશેરી માં મોટી ગરબી નામે ઓળખાતી પ્રાચીન ગરબી ૧૦૯ વર્ષ જુનીછે.મહારાજા સર ભગવતસિહ દ્વારા આ ગરબી નો પ્રારંભ કરાયો હતો.રાજવી પરિવાર દ્વારા વરસો સુધી ગરબી માટે દિવેલ નવરાત્રી માં મોકલાતું હતું. આજે પણ આર્ય શેરીની ગરબી પ્રાચિન ગરબાઓ નાં અસ્તિત્વ ને જાળવી રહીછે. એજ રીતે પ્રખ્યાત ભુવનેશ્રવરી મંદિર માં ૬૦ વર્ષ જુની પ્રાચીન ગરબી આજે પણ પ્રાચીન ગરબાની રંગત જમાવી રહીછે. ભુવનેશ્રવરી મંદિરની પ્રાણપ્રતિષ્ઠા સને ૧૯૬૪ માં રાજવી ભોજરાજસિંહ તથા મહારાણીનાં હસ્તે કરાઇ હતી.સાથોસાથ ગરબીની શરૂઆત પણ કરાઇ હતી.આચાર્ય શ્રી ચરણતિર્થ મહારાજ નાં ધર્મપત્ની પુ.લલીતાબા આ ગરબીનું સંચાલન કરતા હતા.આજે આયુશીબેન સંચાલન કરી રહ્યા છે.
આજે પણ રાજવી પરંપરા મુજબ આર્યશેરી તથા ભુવનેશ્રવરી ગરબી મંડળ માં રાજવી પરિવાર દર્શન માટે આવે છે.
(3:06 PM IST)










