<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

પરસાણાનગર શેરી નં.૬ મેઇન રોડ ઉપર જય અંબે ગરબી મંડળમાં ૪૫ વર્ષથી અંબા માતાની ભક્‍તિ

 

 પરસાણા નગર શેરી નંબર ૬ મેઇન રોડ ખાતે જય અંબે ગરબી મંડળમાં છેલ્લા ૪૫. વર્ષથી ગરબી મંડળ ની બાળાઓ દ્વારા રાસ ગરબાની સંગાથે માતાજીની આરાધના કરવામાં આવે છે. પરસાણાનગરમાં  ડી.જે તુષાર રાવની સંગાથે નાની નાની બાળાઓએ એમના તાલ સાથે રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. વાજતે ગાજતે ગરબી નું સ્‍વાગત કરવામાં આવે છે. દરરોજ નાની નાની બાળાઓ દ્વારા  કયારે આવે નોરતા હું જોતી હતી વાટ રે... આવ્‍યા માંના નોરતા મારી અંબે માના નોરતા..., ઓચિંતી આંગણામાં આવી અલબેલડી અંબાના સ્‍વાગત હૂં શા શા કરૂ.., વાગ્‍યા રે ઢોલ ભાઈ વાગ્‍યા રે ઢોલ જેવાં પ્રાચીન ગરબા પર લતાવાસીઓ ઝૂમી ઊઠ્‍યા હતાં.તેમજ નાની નાની બાળાઓ દ્વારા ચકલી રાસ માં ૧૦૦થી વધું બાળાઓ જોડાઈ હતી. માં અંબામાંની આરતી સાથે પ્રસાદ વિતરણ કરવામાં આવ્‍યું હતું. ગરબી મંડળના સભ્‍યો કેશુભાઇ ગોહેલ, રાજુભાઇ સાચેલા, ધનશ્‍યામભાઇ પોબારૂ, વિદિત સાચેલા, કમલેશ, ધર્મેન્‍દ્ર, પ્રિન્‍સ તથા કાજલ, વિભા, કોરીયો ગ્રાફિ સાઉન્‍ડ તુષાર તથા સમગ્ર ગરબીનું સંચાલન જાદુગર મિમિકી આર્ટિસ્‍ટ ઉમેશ રાવ સંભાળી રહયા છે. આજે રાત્રે જાહેરમાં માતાઓ બહેનો તથા દીકરીઓ ને ગરબા રમાડવામાં આવશે એમ કેશુભાઇ ગોહેલની યાદી જણાવે છે.

(3:32 PM IST)