તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th September 2025
ક્લબ યુવી નવરાત્રી મહોત્સવમાં બીજા નોરતે રંગેચંગે ખેલૈયાઓની રમઝટ, ઇનામોની વર્ષા

રાજકોટઃ શહેરના ન્યુ ૧૫૦ ફૂટ રીંગ રોડ પર શિલ્પન સાગા પાસે, કોકોનેટ પાર્ટી પ્લોટની સામે આવેલા પ્રધુમન પ્લોટ ખાતે કલબ યુવી નવરાત્રી મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. બીજા નોરતે દક્ષિણ ભારતીય મંદિર સ્થાપત્ય શૈલીના ૮૦ ફૂટના ભવ્ય પટ્ટાંગણમાં જગત જનની મા ઉમિયાના મંદિરે ખેલૈયાઓએ રંગબેરંગી ટ્રેડિશનલ પોશાકમાં ગરબાની રમઝટ બોલાવી.
આ પ્રસંગે ઉમિયાધામ સિદસરના પૂર્વ પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, સ્મિતભાઈ કનેરીયા, શિવલાલભાઈ આદ્રોજા, બાબુભાઈ ધોડાસરા, ઉદ્યોગપતિઓ મુળજીભાઈ ભીમાણી, મનુભાઈ વિરપરીયા, ધરમશીભાઈ સીતાપરા, યુનિટી સિમેન્ટના પુનીતભાઈ ચોવટીયા, ભાવેશભાઈ ફળદુ, ગોંડલ નાગરિક બેંકના ચેરમેન કિશોરભાઈ કાલરીયા, શિવલાલભાઈ ઘોડાસરા, સિતેષભાઈ ત્રાંબડીયા, ધનશ્યામ મારડીયા, ગીરીશભાઈ ચારોલા, નરેન્દ્રભાઈ સિણોજીયા, એનિમલ હેલ્પલાઇનના મિતલ ખેતાણી સહિતનાઓએ માતાજીની આરતીનો લાભ લીધો. મહાનગરપાલિકાના ફાયર ચેરમેન દિલીપભાઈ લુણાગરીયા અને ચેતનભાઈ પાણ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા. બીજા નોરતે ખેલૈયાઓએ ટ્રેડિશનલ પોશાકમાં ગરબાનો આનંદ માણ્યો. વિજેતા ખેલૈયાઓમાં ચિલ્ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સેસ કાલરીયા બિરવા, મેંદપરા દિવા, ચિલ્ડ્રન પ્રિન્સ શ્રેય ડેડકીયા, મોક્ષીલ ભૂત, ચિલ્ડ્રન પ્રિન્સેસ વાણી આદોદરા, ધ્યાના આદોદરા, ચિલ્ડ્રન પ્રિન્સ શીવમ્ મારડીયા, નિહાર બેરા, એડલ્ટ વેલ ડ્રેસ પ્રિન્સેસ વાછાણી જીનલ, ઝાલાવાડીયા પ્રિયા, ભાલોડી લીઝા, વેલ ડ્રેસ પ્રિન્સ દેસાલ ચરીત, જયદિપ કાનાણી, પ્રિન્સેસ કાલરીયા ક્રિષ્ના, ઘેટીયા માનસી, નીરવ વિરોજા, પ્રિન્સ ટીલવા અંશ, આયુષ ફળદુ, કાલરીયા એલીસનો સમાવેશ થયો.
ઇનામ વિતરણમાં ડિમ્પલબેન-સ્મિતભાઈ કનેરીયા, સુનીધીબેન-વિક્રમજીત સંધુ, માણેક જવેલર્સના ટીવકલબેન-કરણભાઈ રાણીંગા, કિશન જવેલર્સના અલ્પાબેન-વિપુલભાઈ ભુત, કાંતીભાઈ ઘેટીયા-મધુબેન, કૌશીકભાઈ રાબડીયા-મનીષાબેન, પારૂલબેન-અનીલભાઈ લાલકીયા, ખુશ્બુબેન-વિપુલભાઈ માકડીયા, રીનાબેન-પુનીતભાઈ ચોવટીયા, અંકીતાબેન-અમીતભાઈ કણસાગરા, નિલેશભાઈ આકોલા, શિતાન્સુ ભાલોડી, જગદીશ જીવરાજાની, જીજ્ઞાશાબેન-દિલીપભાઈ રબારા, ઇશીતાબેન-ઉત્સવભાઈ ભેંસદડીયા, પ્રફુલભાઈ કાથરોટીયા, દિનેશભાઈ ચાપાણી, હર્ષિતભાઈ કાવર, ધવલભાઈ હરીપરા, જે.એમ.કૈલા, ચેતનાબેન-જયેશભાઈ ભાલોડીયા, મનીષાબેન-રાજુભાઈ કાવરે ખેલૈયાઓને પ્રોત્સાહન આપ્યું. જજ તરીકે માધવી જોગીયા, તેજસ મજેઠીયા, ડો. જુલી અનડકટ, એકતા વ્યાસ, નીમીષા જોશી, હિતેશભાઈ-ટીનાબેન, નિધિ ભટ્ટ, ભાર્ગવ પંડયા, ડો. મીનાક્ષી હિરપરાએ સેવા આપી. કલબ યુવીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ બીપીનભાઈ બેરા, પ્રફુલભાઈ કાથરોટીયા, સુરેશભાઈ ઓગાણજા, સંદીપભાઈ માકડીયા, નરેન્દ્રભાઈ ઘેટીયા, ડો. કલ્પેશભાઈ ઉકાણી, જીજ્ઞેશભાઈ આદ્રોજા, વિજયભાઈ ડઢાણીયાના માર્ગદર્શન હેઠળ ૧૦૮ની ટીમે આયોજન સફળ બનાવ્યું.
(3:33 PM IST)










