તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th September 2025
મનપાની આઇ.સી.ડી.એસ શાખા દ્વારા ‘પા..પા.. પગલી' પ્રોજેકટ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
કાર્યક્રમનું દિપ પ્રાગટય પ્રજાપતિ બ્રહ્માકુમારી સંસ્થાના અંજુદીદીના હસ્તે કરાયુ

રાજકોટઃ મહાનગરપાલિકા આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા ‘‘પા પા પગલી'' પ્રોજેક્ટ અંતર્ગત ‘‘ભૂલકા મેળો'', પૂર્વ પ્રાથમિક શિક્ષણ સંબંધિત ‘‘બાળ ઉપયોગી પ્રદર્શન'', ‘‘માતા યશોદા એવોર્ડ ૨૦૨૨-૨૩'' વિતરણ, જિલ્લા કક્ષાનો ‘‘પોષણ ઉત્સવ-૨૦૨૫'', ‘‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા'' તથા ૮-મો ‘‘રાષ્ટ્રીય પોષણ માસ-૨૦૨૫'' એમ વિવિધ યોજનાકિય કાર્યક્રમ તા.૨૪ બુધવારના શ્રી અભય ભારદ્વાજ કોમ્યુનિટી હોલ, વોર્ડ નં.૯ની વોર્ડ ઓફિસ સામે, ગોપાલ ચોક, રાજકોટ ખાતે સવારે ૧૦:૦૦ કલાકે યોજાયો. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહયા હતા.
રાજકોટ મહાનગરપાલિકાના આઈ.સી.ડી.એસ. વિભાગના કાર્યક્રમમાં પ્રજાપતી બ્રહ્માકુમારી સંસ્થાના અંજુ દીદી અને કિંજલ દીદી, રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને શિશુ કલ્યાણ ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિ શામક દળ સમિતિના ચેરમેન દિલીપભાઈ લુણાગરીયા, નાયબ કમિશનર મહેશ જાની, કોર્પોરેટર દક્ષાબેન વસાણી, આઈ.સી.ડી.એસ. શાખાના અધિકારી-કર્મચારીઓ, આંગણવાડીના કાર્યકર, વર્કર બહેનો, હેલ્પર બહેનો, બાળકો અને વાલીઓ વગેરે ઉપસ્થિત રહેલ.
આ વિવિધ યોજનાકીય કાર્યક્રમના પ્રારંભે મહાનુભાવોની ઉપસ્થિતિ વખતે આંગણવાડીનાં બાળકો દ્વારા મહાનુભાવોનું અભિવાદન કરવામાં આવેલ. આ કાર્યક્રમનું દિપ પ્રાગટય પ્રજાપિતા બ્રહ્માકુમારી સંસ્થાના અંજુ દીદી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને ખાદીના રૂમાલ વડે સ્વાગત પ્રોગ્રામ ઓફિસર શારદાબેન દેસાઈ દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં આંગણવાડીના પાંચ કાર્યકર અને હેલ્પરને ‘‘માતા યશોદા એવોર્ડ'' આપી સન્માનિત કરવામાં આવ્યા, ટીચિંગ ર્લનિંગ મટીરીયલ નિદર્શન વિજેતાને પ્રમાણપત્ર અને શિલ્ડ વિતરણ કરવામાં આવ્યા. આ કાર્યક્રમની આભારવિધિ અર્બન ઘટક-૩ના સી.ડી.પી.ઓ. પૂજાબેન જોશી દ્વારા કરવામાં આવેલ.
(3:47 PM IST)










