News of Wednesday, 24th September 2025
‘અબતક મિર્ચી રોક એન્ડ ઢોલ' રાસોત્સવઃ બીજા નોરતે ખેલૈયાઓનો ઉત્સાહ સાતમા આસમાને
માતાજીની આરતીથી શરૂ થયેલો રાસોત્સવ પારિવારિક માહોલ અને આધુનિક સુવિધાઓ સાથે ખેલૈયાઓ માટે અવિસ્મરણીય અનુભવ બની ગયો

રાજકોટઃ રાજકોટમાં ‘‘અબતક સુરભી મિર્ચી રોક એન્ડ ઢોલ'' રાસોત્સવમાં બીજા નોરતે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, હરી વંદના કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી મહેશભાઈ ચૌહાણ, રિટાયર્ડ ડીવાય એસ પી અજય સિંહ જાડેજા, ઉપસ્થિત રહેલ. માર્ગી પટેલ અને મૃદુલ ઘોષની સંગીતકલા મુખ્ય આકર્ષણ બન્યા. આર.જે નેહાએ એન્કરિંગ કરેલ. ખેલૈયાઓને કંકુ તિલક કરીને મેદાનમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. ‘‘અબતક સુરભી'' દ્વારા આ મહોત્સવ ૧૯ વર્ષથી સતત આયોજિત કરવામાં આવે છે. અબતકના મેનેજિંગ તંત્રી સતીશકુમાર મહેતા અને વિજયભાઈ વાળા ના માર્ગદર્શન હેઠળ ટીમ સુરભી દ્વારા ખેલૈયાઓ માટે સંપૂર્ણ આયોજન અને સુવિધાઓ પુરી પાડવામાં આવી હતી. ખેલૈયાઓને આધુનિક સુવિધાઓ, અને જાણીતા કલાકારો સાથે ગરબા અને દાંડિયા રમાડવા માટે વ્યવસ્થા પૂરાઈ હતી. ખેલૈયાઓ અને વડીલો માટે આ મહોત્સવ માત્ર રાસોત્સવ નહીં પરંતુ પરિવારમાં એકતા, સંસ્કાર, અને સામાજિક એકત્રિત થવાનો અવસર બની ગયો હોવાનું જણાવાયું છે.
(3:48 PM IST)










