News of Thursday, 25th September 2025
જીજાબાઇ ટાઉનશીપ (લાઇટ હાઉસ) માં ૧૦૦ થી વધુ બાળાઓ દ્વારા પ્રાચીન રાસ ગરબાની રમઝટ : તલવાર ભેટ રૂપે અપાશે
મા શકિત ગરબી મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે આયોજનઃ નાની બાળાઓના રાસ નિહાળવા જેવા

રાજકોટઃ શહેરમાં રૈયા રોડપર પરશુરામ મંદિર પાસે જીજાબાઇ ટાઉનશીપ (લાઇટ હાઉસ) આયોજીત શકિત ગરબી મંડળની ૧૦૦ થી વધુ બાળાઓ ગરબે ધૂમી મા અંબાની આરાધના કરી રહી છે.
૧૧૪૪ ફલેટ ધારકો એક પરિવારની જેમ નવરાત્રીની ઉજવણી કરી રહયા છે. જેમાંદર વર્ષની જેમ આ વર્ષે પણ તમામ બાળાઓને ભેટ રૂપે તલવાર, પ્રસાદ રૂપે ભેટ આપવામાં આવશે.
આ ટાઉનશીપમાં રહેવાસીઓ વચ્ચે પરસ્પર પ્રેમ અને એકતાની ભાવના સાથે દરેક તહેવાર ધામધુમથી ઉજવવામા઼ આવે છે.
આયોજનને સફળ બનાવવા જીજાબાઇ ટાઉનશીપ કો. ઓપ. સર્વિસ સોસાયટીના પ્રમુખ જયેશભાઇ સોની, મંત્રી પિયુષભાઇ જોશી, દિનેશભાઇ પરમાર વિ. જહેમત ઉઠાવી રહયા છે.
(1:56 PM IST)










