<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th September 2025

નવાગામમાં ૧૭ વર્ષના સાહિલે ગળાફાંસો ખાધોઃ હાલત ગંભીર

બહેને રૂમમાં જોતાં ભાઇ લટકતો મળ્‍યોઃ કારણ અકળ

રાજકોટ તા. ૨૫: નવાગામ જકાતનાકા પાસે ખટારા પાર્કિંગ નજીક રૂમ રાખી રહેતાં મુળ યુપીના સાહિલ ગોવિંદભાઇ પટેલ  (ઉ.વ.૧૭)એ રાતે સાડા દસેક વાગ્‍યે ઓરડીના એંગલમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. આ વખતે તેની બહેન જોઇ જતાં દેકારો મચાવતાં આસપાસના લોકો એકઠા થઇ ગયા હતાં. બેભાન હાલતમાં સાહિલને નીચે ઉતારી સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયો હતો.

સાહિલ ટ્રાન્‍સપોર્ટમાં મજુરી કરે છે. તે બે ભાઇ અને એક બહેનમાં નાનો છે. તેણે આ પગલુ શા માટે ભર્યુ તે અંગે તેના ભાઇ-બહેન કંઇ જાણતાં નથી. તે ભાનમાં આવ્‍યે પોલીસ કાર્યવાહી કરશે. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી

(3:59 PM IST)