<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th September 2025

ઉમિયાજી ગરબીની ૪૫ દીકરા-દીકરીઓ દ્વારા માતાજીની આરાધનાઃ તલવાર રાસ મુખ્‍ય આકર્ષણ

રાજકોટઃ આદ્યશક્‍તિમાં અંબેની આરાધનાનું પર્વ એટલે નવરાત્રી અને નવરાત સુધી સતત સૌ કોઈ નાના મોટા લોકો ગરબે રમી આ પર્વની ધામધૂમથી ઉજવણી કરતા હોય છે. ત્‍યારે રાજકોટ ઉમિયા ગરબી મંડળ દ્વારા દીપવન સોસાયટી, નાના મૌવા રોડ ખાતે છેલ્‍લા ૮ વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે. દિપ્તીબેન પટેલ એન્‍ડ  સાથી ટીમ દ્વારા હંમેશા બચ્‍ચા પાર્ટી ની સેવા કરે છે. ગરબીમાં ૭ વર્ષથી ૧૫ વર્ષ સુધીની ૪૫ દીકરા -દીકરીઓ માતાજીના અવનવા પ્રાચીન રાસ ગરબા રમી માતાજીની આરાધના કરે છે. ગરબીની બાળાઓ તલવાર રાસ, ત્રિશુલ રાસ, ડાકલા રાસ તેમજ લીલી લીંબડી, સાફા રાસ સમગ્ર દીપવન સોસાયટીમાં આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યું છે.  તેમ હાર્દિક ચંદારાણાએ યાદીમાં જણાવાયું છે.

(1:59 PM IST)