<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th September 2025

સામાન્‍ય પરિવારની દિકરીઓને કન્‍યાદાન વાસણથી સોનાની ચૂક સુધીની ૩૦ વસ્‍તુઓ અર્પણ

એ દીકરીઓ પોતાના ખર્ચ સાથે માતા પિતાને પણ આર્થિક ટેકો પૂરો પાડે છે મેયર નયનાબેન, ધારાસભ્‍ય ડો. દર્શિતાબેન શાહ દ્વારા જ્‍યોતિબેન સેતા અને મિતલબેન ચગ ટીમના પ્રેરણાદાયક કાર્યને બિરદાવ્‍યું

રાજકોટ તા. રપઃ લાઈફ લેડીસ ક્‍લબ  તથા જલારામ સત્‍સંગ મંડળ દ્વારા તાજેતરમાં ૧૮થી ૨૦ વર્ષની દીકરીઓ જે પોતાનો અભ્‍યાસ ખર્ચ જાતે ઉઠાવી નાનું મોટું કાર્ય કરી માતા પિતાને આર્થિક ટેકો પૂરો પાડે છે, તેવી જરૂરિયામંદ દીકરીઓને કરિયાવરમાં ઉપયોગી ૩૦ જેટલી વસ્‍તુઓ વિવિધ દાતાઓના સહયોગથી આપવાનો પ્રેરણારૂપ કાર્યક્રમ  તાજેતરમાં યોજાયો હતો.

આ વસ્‍તુઓના મિક્ષ્ચર બ્‍લેન્‍ડર, મોટા બાજોઠ, કન્‍યદનના વાસણ, ટ્રાવેલિંગ બેગ થી સોનાની ચૂક સુધીની વસ્‍તુઓ મેયર નયનાબેન તથા ધારાસભ્‍ય ડો દર્શીતાબેન શાહની વિશેષ ઉપસ્‍થિતિવાળા કાર્યક્રમમાં આપવામાં આવેલ.

જરૂરિયાતમંદ દીકરીઓને કરિયાવર આપવાના પુણ્‍ય કાર્યમાં જેમનો સહયોગ મળ્‍યો છે તેમાં સ્‍વ કંચનબેન કીર્તિકુમાર રાવલ, વીરા બ્‍યુટી પાર્લર મિતલબેન ઠાકર, જયશ્રીબેન ખખર, બંસી ફુડ વિરલભાઈ હાથી, દિનેશભાઇ સાતા, કાશ્‍મીરાબેન નથવાણી અને રંભાબેન કુંભાવત વિગેરેનો સહયોગ મળ્‍યો છે

સમગ્ર કાર્યક્રમનું આયોજન જ્‍યોતિબેન સેતા અને મિતલબેન  ચઞ ટીમ દ્વાર થયેલ.

રોટરી ક્‍લબ એલાઇટ ના પ્રમુખ વિમલભાઈ પાણખાણીયા તથા કોમલબેન જનીનો સહયોગ મળ્‍યો છે.  

(2:05 PM IST)