<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th September 2025

વિદેશી દારૂના અનેક ગુનામાં સામેલ બુટલેગર સેજાદ ઉર્ફે નવાબ અને વિનય પાસામાં ધકેલાયા

પીસીબીના ઇન્‍ચાર્જ પી.આઇ.એમ. આર. ગોંડલીયા તથા એમ.જે. હુણ તથા સ્‍ટાફે બજવણી કરી અમદાવાદ જેલ હવાલે કર્યો

રાજકોટ, તા., ૨૫ શહેરના બે અલગ અલગ વિસ્‍તારમાં વિદેશી દારૂના અનેક ગુનામાં સામેલ બે બુટલેગરોને પીસીબીની ટીમે પાસામાં ધકેલી દીધા છે.

મળતી વિગત મુજબ શહેરના બે અલગ અલગ વિસ્‍તારમાં વિદેશી દારૂના ગુનામાં સામેલ બુટલેગર સેજાદ ઉર્ફે નવાબ અને વિનય ઉકેડીયાને પાસામાં ધકેલવા માટે પીસીબીના ઇન્‍ચાર્જ પીઆઇ એમ.આર.ગોંડલીયા તથા એમ.જે.હુણએ દરખાસ્‍ત કરતા પોલીસ કમિશ્નર શ્રી બ્રજેશ ઝાએ વોરંટ ઇસ્‍યુ કરતા શીતલ પાર્ક રોડ પર મોચીનગર-રમાં રહેતો સેજાદ ઉર્ફે નવાબ સુલતાનભાઇ જલવાણી (ઉ.વ.ર૭) અને મનહરપુર અયોધ્‍યા ચોક પાસે યોગરાજનગરમફતીયાપરામાં રહેતો વિનય રાજુભાઇ ઉકેડીયાને પાસા હેઠળ અટકાયત કરી બંન્ને અમદાવાદ જેલ હવાલે કર્યા હતા.

સેજાદ ઉર્ફે નવાબ અગાઉ હત્‍યા, એટ્રોસીટી અને દારૂ સહિત સાત ગુનામાં અને રાજુ ઉકેડીયા અગાઉ એટ્રોસીટી, રાયોટ અને મારામારી સહિત દસ ગુનામાં સામેલ હોવાનું જાણવા મળ્‍યું છે. પીસીબીના પી.એસ.આઇ. પી.બી. ત્રાજીયા, એ.એસ.આઇ. સંતોષભાઇ મોરી, મયુરભાઇ પાલરીયા, રાજુભાઇ દહેકવાલ, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્‍યામસિંહ ચોૈહાણ, હેડકોન્‍સ. કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂ, વિરેન્‍દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદિપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, રાહુલગીરી ગોસ્‍વામી, ઇન્‍દ્રજીતસિંહ સીસોદીયા, કોન્‍સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, હિરેન્‍દ્રસિંહ પરમાર દ્વારા વોરંટની બજવણી કરવામાં આવી હતી.

(2:21 PM IST)